________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
છાપાઓમાં છપાતાં ભગવાનના ફોટા અનેક પ્રકારે થતી ભયાનક આશાતનાઓથી બચવાનો પ્રયત્ન કરીએ
હમણાં હમણાં છાપાંઓમાં, સામાયિકોમાના મુખપૃષ્ઠ ઉપર પણ અને આમંત્રણ પત્રિકાઓમાં ભગવાનના ફોટા ખૂબ ખૂબ છપાવા લાગ્યા છે. કોઈ દેરાસરમાં પ્રભુજીની ભારે અંગરચના કરવામાં આવી હોય ત્યારે આશાતનાનું પાપ નહિ જાણનારા કેટલાક અજ્ઞાન શ્રાવકો પોતાની જાતે આંગીવાળા પ્રતિમાજીનો ફોટો પાડીને કે છાપાંવાળાઓને બોલાવીને એમની પાસે ફોટો પડાવીને છાપાંઓમાં સહર્ષ છપાવે છે. છાપાવાળાઓ તો પાપના ભય વિનાના ને મતલબી હોય છે. તેઓ તો ભગવાનના ફોટા છાપીને વાસ્તવમાં પોતાનું છાપું ખપાવવાની જ મહેનત કરી રહ્યા હોય છે. ભગવાનના ફોટા જાતે પાડીને કે છાપાંવાળા પાસે પડાવીને એને છાપાંઓમાં છપાવનારા શ્રાવકો લાભની ભ્રામક કલ્પનામાં રાચી રહ્યા હોય છે ને જાણ્યે-અજાણ્યે આશાતનાનું ભયાનક પાપ જાતે બાંધવા સાથે છાપાં ખરીદનારા અનેક આત્માઓને પણ બંધાવી રહ્યા છે. પ્રભુજીનો ફોટો પાડીને છાપાંવાળાને અપાય, ત્યાંથી માંડીને ઘર-ઘર માંથી છાપાં પસ્તીમાં પધરાવાય અને એ પસ્તી ખાદ્ય પદાર્થોના પડીકે બંધાઈને ગટરમાં કે ઉકરડામાં જાય, ત્યાં સુધીમાં ભગવાનના ફોટાની જે ભયાનક આશાતનાઓ થાય છે એ જોતાંય આંખો મિંચાઈ જાય છે. એ આશાતનાઓની વાતો કરતાં ને વાતો સાંભળતાં પણ જીભ થથરી ઊઠે છે તે કાનમાં શૂળ ભોંક્યા સમાન વેદનાનો અનુભવ થાય છે.
ભગવાનના ફોટાની જેવી ભયાનક આશાતનાઓ થાય છે એવી આશાતનાઓ ભગવાનની પ્રતિમાજીની ક્યારેય થઈ શકતી નથી. સ્થાપના નિક્ષેપાની દૃષ્ટિએ ફોટો અને પ્રતિમાજી બંને સમાન હોવા છતાં પ્રતિમાજીની આશાતનાને આપણે ચલાવી લેતાં નથી. પરંતુ ફોટાની આશાતનાઓને તો જાણે
|| ૧૪૭ ||