________________
મેં વાંચ્યું તમે પણ વાંચો હોંશે-હોંશે આવકારવામાં આવી રહી હોય એવું જોવાઈ રહ્યું છે.
મોબાઈલમાં દેવ-ગુરુના ફોટા લેવા, ભગવાનના ફોટાને ગંદા હાથે અડવું, એને ખીસામાં રાખીને આહાર-પાણી કરવાને સંડાસ-બાથરૂમમાં પણ જવું, એને ઉપરથી નીચે પછાડવો, એને હાથમાં લઈને દૂર ફગાવવો, એને અપવિત્ર જમીન ઉપર મૂકવો,એને પગતળે કચડવો,એના ઉપર બેસવું, સૂવું, એને ઓશીકા નીચે પણ મૂકવો, ફાડીને ફેંકી દેવો, એને રસ્તામાં, ઉકરડામાં ને ગટરમાં પણ નાખવોઃ આમ અનેક રીતે આશાતનાઓ શક્ય છે.
ભગવાનના ફોટાની આમ અનેક પ્રકારે ભયાનક આશાતનાઓ સહેલાઈથી કરી શકાય છે. ભયાનક પાપ બંધાવનારી આવી આશાતનાઓ પ્રભુની પ્રતિમાજીની કોઈનાથી ક્યારેય થઈ શકતી નથી. કોઈનાથી ક્યારેક અજાણતાં પ્રતિમાજીની નજીવી આશાતના પણ થઈ જતી હોય છે ત્યારે એનું હૃદય કંપી ઊઠે છેને ગુરુ મહારાજ પાસે આવી આલોચના-પ્રાયશ્ચિત્ત કરીને આશાતનાના પાપની શુદ્ધિ પણ કરે છે, જ્યારે જે વ્યક્તિ દ્વારા ભગવાનના ફોટાઓની અનેક પ્રકારે ભયાનક આશાતના કરાતી હોય છે ત્યારે એ આશાતનાઓના પાપના ભયથી એનું હૃદય જરાય કંપતું હોય એમ જણાતું નથી. વળી અનેક પ્રકારે ફોટાની આશાતના કરનારાઓ ગુરુ મહારાજ પાસે આવીને આલોચના-પ્રાયશ્ચિત્ત કરવા દ્વારા આશાતનાના પાપની શુદ્ધિ કરતા હોય એવું પણ મહદંશે જોવામાં આવતું નથી.
પ્રભુની પ્રતિમાજીને જોતાં દર્શન કરતા હૃદયમાં જેવો આદરભાવ, પૂજ્યભાવ ને ભક્તિભાવ પ્રગટે છે એવો આદરભાવ, પૂજ્યભાવ ને ભક્તિભાવ ભગવાનનો ફોટો જોતાં કે એના દર્શન કરતા હૃદયમાં ઉત્પન્ન થતો હોય એમ અનુભવાતું નથી.
એક દૃષ્ટિએ વિચારીએ તો મૂર્તિ કરતાંય ફોટાઓમાં વધુ તાદૃશતા આવતી હોવાથી ફોટાઓ હૃદયમાં વધુ આહ્વાદ પેદા કરવા સમર્થ બનતા હોય છે. એથી એની આશાતના ટાળવાનો પ્રયત્ન તો વધુ ચીવટથી કરવો જોઈએ.
|| 98 ||