________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
વારથી વધારીને ૯૦ કરોડ મીટર સુધી લઈ જવામાં આવી. મિલોને પોતાનું ઉત્પાદન વધારવા માટે આ ખુલ્લું આમંત્રણ હતું. પરંતુ મિલમાલિકોને આટલું બંધન પણ પોસાય તેમ નહોતું. એટલે ૧૯૬૬માં છેવટે ટોચમર્યાદાના આ ફારસનો અંત લાવવામાં આવ્યો.
છટ્ટી યોજના દરમિયાન ૧૬૦ કરોડ મીટર કાપડનો ઉમેરો કરવાની ગણતરી છે. આ કામ માટે મિલોમાં માત્ર ૨૭,૦૦૦ લોકોને કામ મળે, જ્યારે જોમિલોને બાકાત રાખવામાં આવે તો આટલા જ કામમાં ચાર લાખ લોકોને રોટલો મળી રહે.
અંગ્રજોના જમાનામાં લેંકેશાયર અને માન્ચેસ્ટરની ઔદ્યોગિક ક્રાંતિને નષ્ટ થતી બચાવવા બંગાળ-બિહાર-આંધ્રના વણકરો ઉપર અમાનુષી સિતમ ગુજારવામાં આવેલો. ફતવો ઈ. સ. ૧૭૩૨માં આર્કટના નવાબને દબડાવી તેની પાસે બહાર પડાવી મફતના ભાવે માલ માગી, વેપારીને વેચે તો તેને મુશ્કેટાટ બાંધી, ઢોરમાર મારીને ભેંસના તબેલાને ઘણા સારા કહેવડાવે તેવા ‘હેડ'માં તેમને બાંધવામાં આવતા. વણકર સાથે પણ તેના ગજા બહારનો માલ પૂરો પાડવાના કરાર બળજબરીથી કરીને માલ પૂરો ન પાડી શકે એટલે આળસુપણાનો-કામચોરીનો આરોપ મૂકીને તેના ખર્ચે તેના ઘરે ચોકીદાર બેસાડાતો. દેખરેખ રાખવાની સાથે સાથે તે બહેનોની હાજરીમાં ગાળાગાળીમારપીટ કરવાનું કામ પણ કરતો. કરાર ન કરનાર પાસેથી બજારભાવ કરતાં ૨૦ થી ૬૦ ટકા ઓછા ભાવે માલ પડાવી લેવાતો. લોકોમાં કહેણી થઈ ગઈ છે તેમ ઢાકાના મલમલ વણનારાના અંગૂઠા અંગ્રેજોએ નહોતા કાપ્યા પણ અંગ્રેજોના આવા ત્રાસમાંથી બચવા-કપડું વણી જ ન શકાય તે માટે તેમણે જાતે જ પોતાના અંગૂઠા કાપી નાખેલા.
ક્લાઈવ અને વોટ્સનથી પણ ચડી જાય તેવા આધુનિક અર્થવ્યવસ્થાના ઘડવૈયાઓએ આ કામ વધુ સફાઈથી પતાવ્યું છે. દેશના કરોડો કાંતનારા અને લાખ્ખો વણકરોને રાહતના દેખીતા નાનકડા ટુકડા ફેંકીને સામે પક્ષે,
|| ૧૨૬ ||