________________
મેં વાંચ્યું તમે પણ વાંચો કરનારી એલોપથીની દવાઓનો પ્રચાર કરતી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનું દાન આપતા શ્રીમંતોની દૃષ્ટિ આવા કળા-વિજ્ઞાનોને જીવતા કરવા તરફ વળે તોરેશમ કરતાંય સુંવાળા વસ્ત્રોવનસ્પતિના રેસામાંથી પણ બનાવી શકાય તેમ છે. આચારાંગ અને અનુયોગદ્વાર જેવા જૈન ગ્રંથો ઉપરાંત મનુ અને યાજ્ઞવલ્કયની સ્મૃતિઓ, મહાભારત અને રામાયણ તથા આઈન-એઅકબરી જેવા મુસ્લિમ ગ્રંથોમાં પણ રેશમ જેવાલૌમ વસ્ત્રોના જે ઉલ્લેખઆવે છે તેક્ષૌમ વસ્ત્રો અળસીનારેસામાંથી બનતા શાસ્ત્રી શંકર દાજી પદે નામના વિદ્વાન મરાઠી બ્રાહ્મણે સો વર્ષ પહેલાં લખેલો “શ્રી આર્યભિષક અથવા હિંદુસ્તાનનો વૈદ્યરાજ' નામનો ગ્રંથ “સસ્તું સાહિત્ય' તરફથી છપાયેલો છે. તેમાં અરણ્યરુદન કરતા શાસ્ત્રીજી એમ લખે છે કે અળસીના રેસા (વાક)માંથી ઉત્તમક્ષૌમ વસ્ત્રો બનાવવાની પ્રણાલી હિંદુસ્તાનમાં પ્રાચીનકાળથી ચાલી આવતી પણ છેલ્લાં લગભગ બસો વર્ષથી એ રિવાજ બંધ થયો છે. સંશોધનના નામે ધોળા હાથીઓને ઢારતી જાત-ભાતની સંસ્થાઓ આવી બાબતોમાં સંશોધનો હાથ ઉપર લે તો એ કળાને ફરી જીવતી કરવાનું સાવ અશક્ય તો નથી જ.
ખાદી-રેટિયો અને હાથશાળાના આ ક્ષેત્રને મરણતોલ ઘા મારતા રહેવામાં સૌથી પહેલો નંબર સરકારી પોલિસીઓનો છે. રોમેશચંદ્ર દત્તનું ઈકોનોમિક હિસ્ટરી ઓફ ઈન્ડિયા' જેણે વાંચ્યું હશે તેને ખ્યાલ હશે કે દેશી કાપડ ઉદ્યોગને ખતમ કરવાના બ્રિટિશ કાવાદાવા સામે દાદાભાઈ નવરોજીએ કેવો જંગ ખેલેલો!આઝાદ ભારતની ટેકસ્ટાઈલ પોલિસી જોતેમના જાણવામાં આવે તો દાદાભાઈ કબરમાંય ઊંચાનીચા થઈ જાય. લોકોની આંખમાં ધૂળ નાખવાના હાથચાલાકીના ખેલ શીખવા હોય તો કે. લાલે ગાંધીનગર અને દિલ્હીમાં કોચિંગ લેવું જોઈએ. મિલના કપડાના ઉત્પાદન ઉપર ૧૯૫૪માં સરકારે સિલિંગ નક્કી કરેલી-હાથથી કપડું પ્રિન્ટ કરતા કારીગરોને મદદરૂપ થવા માટે સ્તો!પણ એ સિલિંગ બધી મિલો મળીને કુલ જેટલું કાપડ બનાવી શકે તેના કરતાં ૫૦ ટકા વધારે હતી. ૧૯૬૨માં એ ટોચમર્યાદા ૭પ કરોડ
| ૧૨૪ |