________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
જોડવામાં નટ બોલ્ટ કે ખીલી વપરાય તો પ્લાસ્ટીક ટુકડા થઈ જાય કે તિરાડ પડે છે. આ તકલીફ નિવારવા માટે ગ્લુ વપરાય છે. કઈ કંપની ક્યા પદાર્થ માંથી ચીકણો પદાર્થ બનાવે છે. એ હમેશા ગુપ્ત રાખે છે. કારણ કે ગાયના હાડકા માંથી ગ્લુ બનાવાય છે. એ વાત ભારતના લોકો જાણે તો ઘણા લોકો તે ચીજ ન વાપરે.
છેલ્લે અમેરિકાની ફિનીટી કોલેજના એક પ્રોફેસરે એરોબીક એડહેસીવ શોધ્યું છે તે પ્રવાહી ગુંદર માત્ર દવાના સંસર્ગમાં રહે ત્યાં સુધી પ્રવાહી રહે છે. જ્યારે બે સપાટી વચ્ચે તે ગુંદરને ભીંસાવાય ત્યારે તે એટલું નક્કર બની જાય કે સપાટીને કોઈ અલગ પાડી ન શકે. આ ગુંદર ને તે પ્રોફેસરે લોકટાઈટ નામ આપ્યું છે અને મોટર ઉદ્યોગમાં ‘લોકટાઈટ’બહુ વપરાય છે.
અમેરિકન કંપનીઓ ગ્લુ બનાવે છે તેની સ્પર્ધા જાપાનની કંપનીઓ કરે છે. ભારતમાં કેરળ ખાતે ‘કેરાલા કેમિકલ્સ એન્ડ પ્રોટીન્સ લિમિટેડ’ નામની કંપની સ્થપાઈ છે. તેણે જાપાની કંપનીનો સહયોગ લીધો છે. આ કંપનીના જાપાની ટેકનિશીયનોને ગ્લુ અને જીલેટીનમાં ગાયના જ હાડકાં શું કામ વાપરો છો ? તેમાં ઘોડા, ગધેડા કે બીજા પ્રાણીના હાડકા કેમ વાપરતા નથી. તેવો પ્રશ્ન પૂછાંતા જાપાની નિષ્ણાતે કહ્યું કે, ગાયના હાડકાનો ભુકો તે પણ એક જાતનું કુદરતી પોલીમર છે, તે હાડકાંમાં એમિનો એસીડ વધુ ઊંચી કક્ષાનો હોય છે. ગાયના હાડકાંના ભાવ ટન દીઠ રૂ. ૧,૬૦૦ થી ૧,૭૦૦ ઉપજે છે, અમુક કારખાનાવાળા કબૂલ કરતા નથી, પણ ગ્લુ કે જીલેટીન બનાવવા માટે માનવીના હાડકાં પણ વપરાય છે. ભારતથી યુરોપ ખાતે જે માનવીના હાડકાં નિકાસ કરાતા હતા, તેમાંથી આઈસ્ક્રીમ માટે વપરાતું જીલેટીન બનતું હતું.
માનવ મરે ત્યારે એક પાઈની કિંમતનો હોતો નથી, તેમ આપણે કહીએ છીએ, પણ મરેલાં માણસના ઓછામાં ઓછા રૂ.૧૦૦૦ તો નિપજે છે. તેના હાડકાં કીમતી છે. ગાય મરે ત્યારે તેના હાડકાં રૂ.૪૦૦થી રૂ. ૫૦૦
|| ૧૪૩ ||