________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
જીવજગતની હિંસાનું આખું ઊંટ પેસી જાય તેવો ઘાટ થયો. બેંગલોર બાજુ બિરલાની રેયોન બનાવનારી મિલોએ કેવો કાળો કેર વર્તાવ્યો છે તેની જાણકારી જેને હોય તે પ્યોર સિલ્કના બદલામાં આર્ટ સિલ્ક કે તેવી જ બીજા કૃત્રિમ રેસામાંથી બનેલા વસ્ત્રોની ભલામણ તો નહીં જ કરે અને હવે તો જેને રેશમના કીડાની હિંસાના પણ ભાગીદાર થયા સિવાય પ્યોર સિલ્ક પહેરવું હોય તેને માટે ખાદીભંડારોમાં મળતું ‘મટકા સિલ્ક’ સૌથી સારો રસ્તો છે. એના નામમાં વપરાતા મટકા શબ્દને તમારા ઘરમાં પીવાના પાણી માટે વપરાતા મટકા શબ્દ સાથે કોઈ સંબંધ નથી. એનું ખરું નામ ‘મૈંહકટા સિલ્ક’ છે. રેશમનો કીડો પોતાના મોંમાંથી જે લાળ ઝરાવે છે તે જ તેના શરીરની આસપાસ વીંટળાઈ જઈ કોશેટોના સ્વરૂપમાં પરિવર્તિત થઈ જાય છે. આ કોશેટાનો તાર એ જ રેશમ છે. રેશમનો આ તાર મેળવવા માટે લાલચુ વેપારીઓ કીડાને જીવતો ઉકાળી દઈ તાર ખેંચી કાઢે છે. જો આખો તાર મેળવવાનો લોભ જતો કરવામાં આવે તો કીડો થોડો મોટો થાય એટલે પોતાની જાતે જ મોંમાં રહેલા એસિડ વડે આજુબાજુ વીંટળાયેલા કોશેટામાં કાણું પાડીને બહાર નીકળી જાય છે. પાછળ બચે છે પ્યોર સિલ્ક(કોશેટા)ના ટુકડા. પરંતુ ટુકડા ટુકડા થઈ ગયેલા કોશેટાને ફરીથી કાંતીને તાર બનાવવો પડે છે. દેશી કળાઓને ખતમ કરવાની બસો વર્ષથી ચાલતી ઝુંબેશને પરિણામે આ ટુકડાને કુશળતાપૂર્વક કાંતી તેમાંથી એકસરખો ‘સ્થૂ’તાર બનાવી શકનારા કારીગરો મળતા નથી એટલે આ મઁહકટા સિલ્ક (જિસમેં સે કીડા મઁહ સે કાટકર નીકલ ગયા હૈ)ને ઉકાળીને કાઢેલા તારમાંથી બનેલા સિલ્ક કરતાં થોડુંક ખરબચડું બને છે. આર્ટ સિલ્ક જેવા સિન્ટેટિક વસ્ત્રો ક્રુડ ઓઈલ જેવી ગંદી ચીજની આડપેદાશ છે. એ જાણ્યા પછી તેના ઉત્પાદનથી લઈને ડિસ્પોઝલ સુધીની પ્રક્રિયામાં નિહિતહિંસાથી બચવા ઘણા જૈનો ખાદી ભંડારના મટકા સિલ્કના તાકામાંથી ચાર અને ત્રણ વારનું કપડું ફડાવી દઈ પૂજા માટેની ધોતી અને ખેસ તરીકે તેનો જ ઉપયોગ કરતા થઈ ગયા છે.
જેટલા રોગો મટાડે છે તેના કરતાં કંઈ ગણા બીજા નવા રોગો પેદા || ૧૨૨ ||