________________
મેં વાંચ્યું તમે પણ વાંચો એક જ રસ્તો થયો.આવા તો બીજા અનેક “શેરને માથે સવાશેર” જેવા રસ્તા તેમણે શોધી કાઢ્યા છે, અને તે દિશામાં તેમની પ્રગતિની કૂચ હજી પણ વણથંભી જારી છે. અમેરિકાની સફર કરીને આવેલો ગ્રીનકાર્ડ હોલ્ડર તમને ત્યાંની જે અનેકવિધ વાતો કરશે તેમાંની એક વાત હશે ત્યાંના દળદાર વર્તમાનપત્રોની પુસ્તકમેળામાં રાતોના ઉજાગરા કરીને હોંશે હોંશે વેચવામાં આવતા પ્રવાસવર્ણનોમાં પણ દોઢસો-દોઢસો અને બસો-બસો પાનાંના દળદાર છાપાઓ દસ જ મિનિટમાં વાંચીને પસ્તીમાં પણ આપવાની દરકાર કર્યા સિવાય ભૂગર્ભ મેટ્રો-ટ્રેનમાં જ મૂકીને ઉભા થઈ જનાર ડેવલપ્સ યુરોપિયનો કે અમેરિકનોની વાતો તમે ઘણીવાર વાંચી હશે. ગુજરાતના ગામડાની બે બહેનપણીઓ દિવસ દરમિયાન જોયેલા કે સાંભળેલા કૌતુકની વાત કરવા ભેગી થાય અને ગૂસપૂસ કરતા કરતા એકબીજીને “અલી,જોયું? અલી સાંભળ્યું?” કહેતી જાય ત્યારે કાંઈક અલૌકિક જોયાનો કે સાંભળ્યાનો જે ભાવ તેમના શબ્દોમાં નીતરતો હોય છે તેવોજ અચરજદીઠાનો ભાવ આવા પ્રવાસવર્ણનની બે લીટીની વચ્ચે રહેલું લખાણ વાંચવાનું સામર્થ્ય ધરાવનાર વાચક પારખી શકશે. આવાં રસાળ વર્ણનો લખીને, દસબાર પાનાંના પ્રમાણમાં નાનાં છાપા વાંચનારના મનમાં પોતે કાંઈકપછાત દેશના નાગરિક હોવાની લઘુતાગ્રંથિ પેદા કરનાર લેખકોને ખ્યાલ પણ નહીં હોય કેબસો બસો પાનાંના એ દળદાર છાપાની સામાજિક પર્યાવરણીય કિંમત શી છે.
અમેરિકામાં પ્રગટ થતાં છાપાંઓની ખાલી એક જ રવિવારની આવૃત્તિનો હિસાબ ગણીએ તો તેને માટે જોઈતો કાગળ બનાવવા પાંચ લાખ ઝાડ કાપવાં પડે.વર્ષમાં આવા તો બાવન રવિવાર હોય છે અને દરેક રવિવારને સોમથી શનિ સુધીના બીજા છ વારનું તગડું ફેમિલી હોય છે એ બધું ગણીએ તો સરવાળો કયાં પહોંચે એ હિસાબ જાતે જ કરી લેજો. અમેરિકન પેપર ઈન્સ્ટિટ્યૂટના સર્વે મુજબ સરેરાશ અમેરિકન દર વર્ષે ૧૨૦ પાઉન્ડ જેટલો ન્યૂઝપ્રિન્ટ વાપરે છે. એટલે કે દર વર્ષે તે છાપું વાંચવા માટે પૃથ્વીના પટ પરથી એક ઝાડ ઓછું કરે છે. વર્તમાનપત્રોને માટે “ચોથી જાગીર' (ફોર્થ એસ્ટેટ)
|| 939 ||