________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
આપણા વપરાશમાં ગાયના હાડઠાં
હિન્દુઓ ગાયને માતા માનીને પૂજે છે. ગાયને વંદન પણ કરે છે. પરંતુ કેટલાંક દુષ્ટ હિન્દુઓ ગાયનું માંસ છૂપી રીતે આરોગે છે, એવી જ રીતે ગાયના હાડકાંના પાવડરમાંથી બનેલી વાનગીઓ તો અનેક શાકાહારીઓ જાણ્યે-અજાણ્યે ખાય છે. કેન્દ્ર સરકારનો પ્રતિબંધ હોવા છતાં દેશમાં અનેક સ્થળે ગેરકાનૂની રીતે ગાયની કતલ થાય છે. કેરળમાં તો ખુદ સરકારે ગોવધ પ્રતિબંધનો સૌથી આકરો પ્રતિકાર કર્યો છે. તેનું રહસ્ય શું છે, તે ખબર છે ? આપણા દેશમાં ગાયના હાડકાંનો સૌથી વધુ પુરવઠો કેરળમાંથી જ મળે છે. થોડાંક સમય પહેલાં જાપાનની વિખ્યાત મીત્સુબીશી કંપનીના સહયોગમાં એક કારખાનું કેરળમાં નંખાયું હતું. આ કારખાનામાં ગાયના હાડકાંની માગ દર વર્ષે ૧૦,૦૦૦ ટનની હતી. દૂર દૂરના ગામોમાંથી ગાયોના મડદાં અહીં લાવીને તેના હાડકાં કાઢી તેનો ભુક્કો કરવામાં આવતો. ત્યારબાદ તે વિવિધ ઔદ્યોગિક ઉત્પાદનમાં વપરાતો, હવે જો ગોવધ પર પ્રતિબંધ આવે, તો કરોડોનું મૂડી રોકાણ ધરાવતાં આવા ઘણા ઉદ્યોગો બંધ થઈ જાય. સામાન્ય વાચકને થશે કે ગાયના હાડકાંને કાચા માલ તરીકે વાપરીને કારખાનું કઈ ચીજ પેદા કરતું હશે? તેમાંથી શું બનતું હશે ? તેનો જવાબ વીજળીના ઝાટકા જેવો છે. ગાયના હાડકાંમાંથી જીલેટીન તરીકે ઓળખાતો પાવડર બને છે અને આઈસ્ક્રીમ, બજારૂ પુડીંગ, ફૂટ સલાડ વગેરેમાં તે જીલેટીન વપરાય છે.
આ સિવાય ગાયના હાડકામાંથી ગુંદરી પદાર્થ બને છે. તેને અંગ્રેજીમાં એડહેસીવ કહે છે. ગ્લુ પણ કહેવામાં આવે છે. આપણા દેશમાં થોડાં વર્ષ પહેલાં ટપાલના પરબીડીયા ચોંટાડવા હોય, તો પાકા ગુંદાનો રસ વપરાતો હતો. ટૈનિકોની અને મેગેઝિનોની કચેરીમાં સ્ટાર્ચમાંથી બનાવેલી લાઈ ચોંટાડવા માટે વપરાતી. યુરોપમાં ગાય-ભેંસના હાડકાંને અને ચામડાને ઉકાળીને તેમાંથી ચોંટાડવાનો પદાર્થ બનાવવામાં આવતો હતો. જેને ‘સરસ’
|| ૧૪૦ ||