________________
મેં વાંચ્યું તમે પણ વાંચો કરવા ઝેરી દવા છંટાય છે. મિલ્ક બિસ્કિટમાં દૂધના કારણે ફૂગ લાગી જાય છે. બાળકો માટે બનાવાતાં બિસ્કિટો બાળકો માટે જ સૌથી વધારે હાનિકારક સાબિત થતાં હોય છે. આઈસ્ક્રીમને દળદાર બનાવવા બ્લોટિંગ પેપરને ભીજાવીને તેનો માવો બનાવી દૂધમાં મેળવીને વેચાતો જોવા મળ્યો હતો, જે આવકવેરાવાળાએ પકડી પાડેલ. આમ આજકાલ બહારની વસ્તુમાં ઘણી ભેળસેળ ચાલી રહી છે.
- બિસ્કિટમાં ઘી અથવા સ્પેશિયલ બેકરી ફેટને બદલે પ્રાણીની ચરબી વાપરવામાં આવે છે.મટન ટેલોનો વપરાશ વધી ગયો છે. કોફીમાં ચીકોરીનો પાવડર તો ક્યારેક ચીચૂરાનો પાવડર ઉમેરાય છે. ચીકોરી એક જાતનું શક્કરીયા જેવું કંદમૂળ છે. ચાંદીના વરખને બદલે એલ્યુમિનિયમના વરખ લગાડવામાં આવે છે. પીળા રંગને બદલે ‘મેટોનિલ યલો' ખાવાના ગોળથી માંડીને સેવ,ગાંઠિયા,જલેબી એવી અનેક વસ્તુમાં ચોરીછૂપીથી વપરાતો આ રંગ વધારે પ્રમાણમાં શરીરમાં જાય તો કેન્સર થઈ શકે છે. દૂધમાં ૩૩ ટકા જેટલી ભેળસેળ પુરવાર થઈ છે. મસાલામાં ૧૨ ટકા, તેલમાં ૮ ટકા અને બીજા ખાદ્ય પદાર્થોમાં ૬ ટકા ભેળસેળ ચકાસણીમાં જણાઈ આવી છે. વગર ચકાસણીની ઢગલાબંધ વસ્તુઓ બજારમાં વ્યાપી ગઈ છે. સૌરાષ્ટ્રમાં ૮૬૨ માકના સિંગતેલનો ભેદ આ રીતે છે. ૧૬ કિલો ડબ્બામાં ૮ કિલો સિંગતેલ, ૬ કિલો રેપસિડ ઓઈલ-એક પ્રકારના સસ્તા તેલબિયાનું તેલ અને બે કિલો દીવેલ હોય છે. આવા મિશ્રણ કરીને સિંગતેલવેચવામાં આવે છે. ભેળસેળિયા તેલને ડિસ્કો તેલ' કહેવાય છે. બ્રેડ અને બિસ્કિટના માવાને પગથી ગૂંદવામાં આવે છે. કેરી ઇજેક્શનોથી કેદવાથી પાકે છે. પપૈયા, કેળાનું પણ એમ જ છે. મૂળા, ગાજર, ભાજીમાં ગટરના કે નદીના પાણીમાં રહેલા રસાયણો ઉમેરાઈને આવે છે. લાલ દેખાતા ચણા-વટાણા ઉપર કેમિકલ્સનો રંગ ચડાવેલો હોય છે. જે આરોગ્ય માટે હાનિકારક હોય છે.
-“અભિયાન'માંથી સાભાર.
|| ૧૨૬ ||