________________
મેં વાંચ્યું તમે પણ વાંચો મળે છે. આ પાણી જમીનમાં ઊતરી શુદ્ધ પાણીને દૂષિત કરે છે. સૌરાષ્ટ્રમાં જેતપુરની આજુબાજુ પ્રદૂષિત પાણીની સ્થિતિ છે. ઉલ્હાસનગર પાસે ઉલ્હાસ નદી, પાતાળગંગા નદીમાં રસાયણો મળી આવ્યા છે. મોટા-મોટા કારખાનાઓ નદી-કિનારે છે. પાણીમાં ભળેલા રસાયણો છૂટા પાડી શકાતા નથી. શાકભાજી-ફળો પાક ઉપર જંતુનાશક દવાઓ છાંટવાના કારણે ઘણું ઝેર પેટમાં ઠલવાય છે. સફરજનના જલ્દી ઉછેર માટે ‘એલાર’ નામના પદાર્થનો છૂટથી થતો ઉપયોગ ચિંતાજનક છે. ખાદ્ય પદાર્થોમાં આ રીતે આવી જતા ઝેરી તત્ત્વો વિશે ઘણો વર્ગ અજાણ છે. વધુ દૂધ માટે ભેંસને હોર્મોન્સના ઇજેક્શન અપાય છે. તેવી ભેંસોનું દૂધ નુકસાન કરે છે.
જમીનના પાણીમાં રહેલાં રસાયણો કેટલી હદે ઊંચાઈએ જઈ શકે છે તે માટે નાળિયેરીના મૂળમાં ઇજેક્શન આપી પ્રયોગ કરતાં જણાયું કે, ૩૦ ફૂટ ઊંચે નાળિયેરીના પાણીમાં રસાયણ મળી આવ્યું. ક્લોરાઈડવાળા ટૂથપેસ્ટ પણ હાનિકારક બની શકે છે. મોટે ભાગે સોડિયમ ક્લોરાઈડ વાપરવામાં આવે છે, જેનાથી કેન્સર અને હૃદયરોગ થઈ શકે છે. પીણાઓમાં કેલેરી ઓછી કરવા સાકરને બદલે સેકરીનનો ઉપયોગ થાય છે. સેકરિન કેન્સર જેવા રોગને આમંત્રણ આપે છે. તૈયાર પાઉચમાં મળતા પાનમસાલા, સુગંધી સોપારીઓ અને રંગીન વરિયાળી ઉપર સેકરિનના પડ ચઢાવેલા હોય છે. આજે પેકિંગમાં વપરાતા હલકા ડબ્બાઓ તથા પેકીંગ ઉપર વસ્તુ ક્યારે બની ? તેમાં શું ઉમેરવામાં આવ્યું છે વગેરે હકિકતો લખવામાં આવતી નથી. ડુપ્લીકેટ માલ બજારમાં વેચાતો હોય છે. બટર-જામ-કેચ-કસ્ટર્ડ પાવડર મસાલાઓ વગેરેના પેકેટો ઉપર માહિતીઓનો અભાવ હોય છે. પી.એફ.એના નિયમ મુજબ પેકેટ ઉપર પદાર્થ બનાવવા વપરાયેલી સામગ્રી, ઉમેરા કરાયેલા પ્રિઝર્વેટિવ, ઈમલ્સીફાયર, કલર વગેરે દરેક પ્રકારના એડિટિવ્સની યાદી લખવાની હોય છે. બ્રેડ ઉપર તારીખ નાખવામાં આવતી નથી. વાસીબ્રેડથી ખૂબ જ નુકસાન સંભવી શકે છે. બિસ્કિટ વગેરે બનાવવા માટે મેંદાની ગુણોનો ગોદામમાં સંગ્રહ થાય છે. માખીઓ બણબણે છે. તેને દૂર
|| ૧૨૬ ||