________________
મેં વાંચ્યું તમે પણ વાંચો અને ‘લોકશાહીના પ્રહરી' જેવા શબ્દોના સાથિયા ભલે પૂરતા હોય (હકીકતમાં તો શબ્દોના આવા તોરણ બાંધનાર પણ પત્રકારો જ હોય છે. એટલે મોસાળે જમણ ને મા પીરસનાર જેવો ઘાટ ઘડાય છે.)પરંતુ વાસ્તવમાં તો છાપું ચલાવવા પાછળ કાગળખાઉ સંસ્કૃતિ ઝાડને મ્યુઝિયમ-પીસ બનાવી દેશે, નકરા ધંધાકીય ઉદ્દેશ સિવાય બીજું કાંઈ હોતું નથી. દુનિયાભરની બાબતોની જાણકારી ગામડે ગામડે પહોંચાડવાની ડાહીડમરી વાતો તો બ્રેઈનવૉશિંગ અને પબ્લિસીટી બિઝનેસનો એક ભાગ માત્ર છે. બાકી એલિઝાબેથ ટેલરને હાલ કોની સાથે લફરું ચાલી રહ્યું છે કે બકિંગહામ પેલેસમાં ડાયેનાની કૂખે દીકરો અવતર્યો કે દીકરી તેની જાણકારીથી સામાન્ય માણસને તસુભાર જેટલોય ફાયદો થતો નથી. ડ્રોઈંગરૂમમાં સોફાસેટ પર બેઠા બેઠા હર્ષદ મહેતાથી માંડીને ગાભાજી ઠાકોર સુધીનાઓની વાતોના તડાકા બોલાવી મગજને દુનિયાભરનો કચરો ભરવાની કચરા ટોપલીમાં ફેરવી નાખનાર લોકોને સારા માણસ તરીકે કેમ જીવવું તેની માહિતી મેળવવાની ફુરસદ જ રહેતી નથી. ઘરમાં દીકરાને ઝાડા થયા હોય તો સૂંઠની ફાંકી આપવી કે પીપરીમૂળની અથવા તો દિવસમાં દસ વાર પત્ની-બાળકો ઉપર લાલપીળા થઈ જવાતું હોય તો તે ગુસ્સાને અંકુશમાં રાખવા શું કરવું તેની જાણકારી ઘણી જરૂરી છે અને તે મેળવવા છાપા-ચોપાનિયા વાંચવાની કોઈ જરૂર નથી. ઘણાને તો ચા કરતાંય વધારે આકરું વ્યસન છાપાનું પડી ગયું હોય છે. ડ્રગ એડિક્ટની જેમ ન્યુઝ એડિક્ટના દર્દીઓ માટે પણ કોઈક ઉપચાર ગોતી કાઢવો જોઈએ. તકલીફ તો એ વાતની છે કે લીલાછમ ઝાડોને રહેંસી નાખી મસાલેદાર માલ પીરસતા આ છાપા સામે તમે દબાતા સૂરે પણ અવાજ કાઢો ત્યાં તો છાપાદેવીના ભક્તો તમને કોપીબુક સ્ટાઈલની ચવાઈ ગયેલી દલીલોથી ઝૂડી કાઢશે, છાપા ન હોત તો તમે આ સારા વિચારોનો પ્રચાર કેવી રીતે કરી શકત? માહિતી અને જ્ઞાનના વિસ્ફોટના આ યુગમાં વર્તમાનપત્રોએ તો આખી દુનિયાને એક સાંકળે બાંધવાનું કામ કર્યુ છે વગેરે વગેરે. જાણે છાપાના માલિકો દુનિયાને એક તાંતણે બાંધવા અને તમારા સારા વિચારોનો
|| ૧૨ ||