________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
એટલે સૂટ હેંગર પર વળગાડેલા કોટ-પેન્ટ જેવો શોભતો હોય તેવા લોકો પણ પરદેશ જતી વખતે એરપોર્ટ ઉપર કોટ-પેન્ટમાં ફોટા પડાવે ત્યારે સંસ્કૃત નાટકના ‘વિદૂષક’ અને ભવાઈના ‘રંગલા’ની યાદ એકી સાથે આવી જાય છે. યુરોપિયનો ભારતમાં આવે ત્યારે ધોતિયું કે સાડી અપનાવતા ન હોય તો ભારતીયો ત્યાં જાય ત્યારે તેમનો જ ડ્રેસ પહેરવો તેવો આગ્રહ શાને ? આજકાલ તો ઢાકાની મલમલને યાદ કરાવે તેવી પાતળી ‘બંગાળ ખાદી’ મુર્શિદાબાદ બાજુના બંગાળી વણકરો બનાવે છે. આવી પાતળી-મુલાયમ ખાદીનાં કફની-ચૂડીદાર પહેરીને ખાદી ઉપર પ્રવચન આપતી વખતે સભામાંથી એવો પ્રશ્ન પણ પૂછાયો છે કે ‘ખાદીની વાત કરનાર તમે જ કેમ મિલના કપડાં પહેર્યા છે ?' કહેવાનો મતલબ એ કે મિલનો ભ્રમ થાય તેવા બારીક ખાદીનાં કપડાં પણ આજકાલ બને છે અને મળે છે.
કેટલાક લોકો માને છે તેમ ખાદી એ એડિસને શોધેલા વીજળીના બલ્બની જેમ ગાંધીનું ઈન્વેશન નથી. અગણિત વર્ષો પહેલાં આદિ રાજા ઋષભેપોતાના પુત્રચક્રવર્તી ભરત અને બાહુબલિને પુરુષની બોતેર કળાઓ અને સો શિલ્પો શીખવ્યાં તેમાં જ કાંતણ અને વણાટ (તત્ત્તવાય)ની કલાઓ પણ શીખવેલી. પછી તો એ વિજ્ઞાન દુનિયાભરમાં ફેલાઈ ગયું. ઘરે-ઘરે પાળવામાં આવતી ગાય દોહવાનું કામ મુખ્યત્વે ઘરની કુંવારી કન્યાનું રહેતું હોવાથી દોહવા માટે વપરાતા સંસ્કૃત ક્રિયાપદ ‘દુ’ પરથી બનેલો શબ્દ ‘દુહિતા’કન્યાને માટે વપરાય છે તે જ રીતે અંગ્રેજીમાં કુમારિકા માટે વપરાતો Spin-Ster શબ્દ કાંતવા માટે વપરાતા અંગ્રેજી ક્રિયાપદ ‘સ્પિન'પરથી બનેલો છે. પોતપોતાના વસ્ત્રોની જરૂરિયાતો સંતોષવા દુનિયાભરમાં ઘરે ઘરે રેંટિયો ચાલતો ને ખાસ કરીને કન્યાઓ આ કાંતણનું કામ કરતી માટે ‘સ્પિનસ્ટર’ શબ્દ જ કુંવારી કન્યાનો વાચક બની ગયો. ખાદી એ કપડાંની કોઈ જાતનું નામ નથી. ખાદી એટલે હાથે કાંતેલું, હાથે વણેલું કોઈ પણ કુદરતી રેસાનું કપડું. પછી તે સુતરાઉ પણ હોય, ઊન પણ હોય કે રેશમ પણ હોય.
|| ૧૨૧ ||