________________
વાંચ્યું તમે પણ વાંચો પ્રદેશમાં પહોંચી જવાય.
જો ગમે તેટલી હાયવોય, ધમાલ અને ઉંદરદોડ પછી પણ વસ્તુ ઉપભોગની દુનિયામાં નિર્ભેળ, સર્વ પ્રકારક શાશ્વત સુખની ઉપલબ્ધિ ન જ થવાની હોય તો સુખનગરી તરફદોડતી ગાડીનું સ્ટીયરીંગબીજી કોઈ દિશામાં વાળવાની જરૂર નથી લાગતી?
અંધશ્રદ્ધા, વહેમ જેવા શબ્દોને આપણે ધર્મ, જૂની જીવન-પ્રણાલી, ગ્રામ્યપ્રજા વગેરે સાથે અવિનાભાવી સંબંધથી જોડી દઈને તેના સિનોનિમ” (સમાનાર્થિ) બનાવી દીધા છે. હકીકતમાં તો સને અસ અને અસત્ન સત્ માનવું, જે જેવું હોય તેને તેવું ન જ માનવું તે જ અંધશ્રદ્ધા અને તે જ વહેમ છે. રણમાં કમળ ન ઉગે કે રેતીમાંથી તેલ ન નીકળે તે હાથમાં રહેલા આમળા જેવું સ્પષ્ટ હોવા છતાં તેમ ન માનવું અને તે માટે મચી પડવું તેનું બીજું નામ અંધશ્રદ્ધા અને ત્રીજું નામ વહેમ છે.મેગા મશીનોના કન્વેયર બેલ્ટ પર જેટલી વસ્તુઓ પેદા કરશું અને અકરાંતિયાની જેમ વધુ ભોગવશું તેટલું વધુ સુખ મળશે એવી ઐદયુગીન માન્યતા એ સુશિક્ષિત કહેવાતા માણસનો સૌથી મોટો વહેમ અને સૌથી મોટી અંધશ્રદ્ધા છે.
સવારના પહોરમાં સ્નાન કરી, ધોતી ખેસમાં સજ્જ થઈ, કપાળે કેસરનો ચાંદલો કરી, પાષણની પ્રતિમામાં દેવત્વનું આરોપણ કરીને પોતાના આરાધ્યતત્ત્વ સાથે હૈયાની ગોઠડી માંડનારા શ્રદ્ધાળુ હૈયાની શ્રદ્ધાને અંધશ્રદ્ધા કહીને વખોડી કાઢનારા “સાયન્ટિફિક ટેમ્પર' ધરાવનારા સૉ-કૉલ્ડ રેશનલિસ્ટ મિત્રો એટલું યાદ રાખે કે ઘડીભર તમારી વાતને સાચી માની લઈને તેમની શ્રદ્ધાને અંધશ્રદ્ધા ગણીને કાઢીએ તો પણ તેમની એ અંધશ્રદ્ધાએ જગતને જેટલું નુકસાન નથી કર્યું તેનાથી કંઈ ગણું નુકસાન “વધુને વધુ ઉપભોગ બરાબર વધુને વધુ સુખના સમીકરણમાં આંધળી શ્રદ્ધા ધરાવનાર વહેમી સુશિક્ષિતોએ કર્યું છે. ઉપભોક્તાવાદ અને કન્ઝયુમરીસ્ટ કલ્ચરના (ઉપભોક્તાવાદી સંસ્કૃતિ) આ વિનાશક પંજામાંથી પર્યાવરણને એટલે કે
| 99૬ ||