________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
સમગ્ર જીવજગતને બચાવવું હશે તો શ્રીમંતો, શહેરીઓ અને શિક્ષિતોના આ વહેમ અને આ અંધશ્રદ્ધાનો ભાંગીને ભૂક્કો કરવો પડશે.
-મુનિહિતરૂચિવિજયજી પર્યુષણ પર્વ, વિક્રમ સંવત ૨૦૪૯
ખાદી : એકવીસમી સદીના યુવાનોનું વસ્ત્ર ઑક્ટોબર, ડિસેમ્બર અને માર્ચના ડિસ્કાઉન્ટ પિરિયડમાં ફોર્ટના ખાદી ભંડારમાં દેશવિદેશના ખાદી રસિયાઓ સેંકડો જાતની ખાદી ખરીદવા ઉમટી પડતા હોય છે. વર્ષ દરમિયાન વળતરના આવા ત્રણ ગાળા દરમિયાન કરોડોની ખાદીઅંગ્રેજી રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીએ તો ‘કઈક’ની જેમ અને કાઠિયાવાડી બોલીમાં કહીએ તો ગરમાગરમ ભજિયાંની જેમ વેચાતી હોય છે. પણ આ તો એવા લોકોની વાત થઈ કે જેઓ એક વાર આ ખાદી ભંડારની મુલાકાત લીધા પછી કાયમ માટે ખાદીના આશિક થઈ ગયા છે. હજી જિંદગીમાં ખાદીભંડારના પગથિયે પગ પણ ન મૂકનાર એવા હજારો લોકો છે કે જેઓ ખાદીનું નામ સાંભળતાં જ નાકનું ટેરવું ચડાવી મોં મચકોડે છે.તેમને મન ખાદી એટલે વહાણના સઢ કે અનાજની ગુણી જેવું જાડું ખદ્ધડ કપડું. પણ વાસ્તવિકતાની દુનિયા કાંઈ જુદી છે. છ કાઉન્ટના જાડા સૂતરના વહાણના સઢ જેવા કપડાથી લઈને ચારસો નંબરના સૂતરના ઢાકાની મલમલ જેવા બારીક કપડાં સુધીની આખી રેન્જનો વાચક ‘ખાદી’ શબ્દ છે. ભારતીય જીવન વ્યવસ્થાના જુદા જુદા પાસાંઓ ઉપર વાર્તાલાપોના નિમિત્તે અમેરિકામાં સિનસિનાટી કે યુરોપમાં એન્ટવર્પ-લેસ્ટર જેવા શહેરોમાં જવાનું થયું છે ત્યારે પણ ‘બંગાળ ખાદી’ની કફની અને ‘આંધ્ર દો સૂતી’ના ચૂડીદારથી મજેથી ચાલી શકે છે તેનો લેખકને જાતઅનુભવ છે. ‘બાવા બન્યા એટલે હિન્દી બોલના જ પડે'ની જેમ ઘણા લોકોના મનમાં એવું ભૂત ઘૂસી ગયું હોય છે કે પરદેશ જઈએ
|| ૧૨૦ ||