________________
મેં વાંચ્યું તમે પણ વાંચો કારખાનાંઓ અને મિલોને રોડ, રેલવે, વીજળી, તાર, ટપાલ, ટેલિફોન, વીમો, બેન્ક અને ટેકનિકલ આસિસ્ટન્ટ્સથી લઈને ટેકસેશનમાં એટલી બધી ‘હિડન સબસિડી આપવામાં આવે છે કે રેટિયો અને હાથશાળ તેની સામે ક્યાંય ટકી જ ન શકે અને આપોઆપ “આઉટ થઈ જાય.
ઔદ્યોગિકરણને નામે આ દેશના લાખ્ખો-કરોડો ગરીબ મનુષ્યોને ધારાવીની ઝૂંપડપટ્ટીમાં ઠાલવનાર પોલિસીઓની સામે “આમ નાગરિક માટે તો તેનો અંગત વપરાશ જ સૌથી હાથવગું હથિયાર છે. પોતાના પહેરવાના કપડાંમાં ખાદીને ઈન્ટ્રોડ્યુસ કરવામાં કદાચ તેણે “સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું પડે, પણ પથારીની ચાદર, ગાદલાની ખોળ, ટુવાલ, નેપકીન કે હાથરૂમાલ તો મિલના ન જ વાપરવાનો નિર્ણય આવતી કાલની સવારે પણ લઈ શકાય. વિશ્વ બેન્ક અને આઈ.એમ.એફ.ની કઠપૂતળી જેવા રાજકરણીઓ અને અધિકારીઓની જુગલબંધી સમગ્ર દેશને આર્થિક નાદારીના આરે લાવીને ઉભા રાખે તે પહેલાં આ નિર્ણય લેવા ખૂબ જરૂરી છે. અઢારેય કોમના ધંધા જીવતા કરતી ખાદી ગ્રામોદ્યોગોની અર્થવ્યવસ્થા જ દેશની આર્થિક ઉન્નતિની આધારશિલા હોવાની આ માન્યતાએ કેવળ અતુલ શાહનોતરંગીવિચાર નથી,હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રની પીએચ.ડી.ની ડિગ્રી લઈને આવેલા Dr. નંદિની ઉમાશંકર જોશી પણ અમદાવાદની ઝૂંપડપટ્ટીથી લઈને ટોકિયોના સેમિનાર સુધી ઢોલ પીટી પીટીને આ જ વાત કહેતા ફરે છે.
-અતુલ શાહ વિક્રમ સંવત ૨૦૪૭
|| ૧૨૬ ||