________________
મેં વાંચ્યું તમે પણ વાંચો બીજા એક દુઃખને કારણે કડવું ઝેર બની જાય છે. સુખ પ્રાપ્તિના વિજ્ઞાનનો બીજો નિયમ એમ કહે છે કે ભૌતિક ચીજવસ્તુઓના જગતમાંથી પ્રાપ્ત થતું સુખ બદામના ટુકડા જેવું છે. મુઠ્ઠી ભરીને બદામનો ફાકડો મારવા મળે એ આમ તો ઈર્ષ્યા ઉપજાવે તેવી ચીજ છે. પણ એ બધી સ્વાદિષ્ટ બદામોમાં ઘૂસી ગયેલી એકાદી કડવી બદામ બધી મજા ઉપર પાણી રેડવા માટે કાફી છે. રૂપાળો પતિ, અઢળક સંપત્તિ, વાલકેશ્વરમાં બંગલો, મર્સિડિઝ બેન્ઝની લંગાર, સ્નેહાળ સાસરિયાં... લિસ્ટ સ્ટ્રેચ કરતા જ જાવ.. સ્વાદિષ્ટ બદામોની મુઠ્ઠી ભરતા જ જાવ. પણ આ બધા લિસ્ટમાં છેલ્લે આવતી ખાલી ખોળાની-વંધ્યત્વની એકાદી કડવી બદામસ્ત્રીના સુખમાં ચિનગારી ચાંપવા માટે પૂરતી છે. કારણ બસ એટલું જ કે તેને સર્વપ્રકારક સુખની અપેક્ષા છે. દીકરો ન હોવા બાબતનું એકાદું દુઃખ પણ ચલાવી લેવા તૈયાર નથી અને મટીરિઅલ વર્લ્ડમાં સર્વપ્રકારક સુખ એ ન ભૂતો ન ભવિષ્યતિ' જેવી ઘટના
આબને કોઠાજીતી જનારવિરલમહારથી ત્રીજે કોઠે તો ભૂપીતા થવું જ પડે છે. નિર્ભેળ અને સર્વપકારક એવું પણ સુખ સદાકાળ માટે ટકે તેવું શાશ્વત, કોઈ ક્યારેય ઝુંટવી ન જાય તેવું જોઈએ. સુખ માટે વલખાં મારતા કોઈને પણ પૂછશો તો આ ત્રીજી શરતની આકાંક્ષા પણ તેના હૈયામાં અચૂક બેઠેલી જોવા મળશે. શાશ્વતતા એ સુખની પૂર્ણ મઝા માણવા માટેની ત્રીજી શરત છે. તમે શેરબજારમાં એક પછી એક પગથિયાં ચડવા લાગો, ગ્રાફ અભૂતપૂર્વઆંકડાઓ વટાવતા જાય,આખા હિંદુસ્તાનમાં તમારા નામનો ડંકો વાગે, પણ આ બધું જો કાયમ માટે ટકવાનું નહોય, કડાકાનો એક એવો દિવસ આવવાનો હોય કે જ્યારે પત્તાનો મહેલ કકડભૂસ થઈ જાય, અને કદાચ જેલના સળિયા જોવાનો વારો પણ આવે તો આવું સુખ તમને મંજૂર નથી. સુખની સાપસીડીની આ રમતમાં સાપનું અસ્તિત્વ જનહોય અને સીડી પરથી પટકવાનુ જ ન હોય એવી તમારી ઉડી ઊડી મહેચ્છા છે, પણ એટલીસ્ટ આપણી ઈચ્છાઓ કાંઈ ઘોડા નથી જેની ઉપર બેસીને સપનાના રંગીન
| 99s ||