________________
મેં વાંચ્યું તમે પણ વાંચો માટે કર્યુ છે તે તો જાણે સમજાય છે, પણ વાઘ-સિંહ જેવા જંગલી પ્રાણીઓ તો કાંઈ કામમાં આવતા નથી. ભગવાને તેમને શું કામ બનાવ્યા હશે ? પ્રશ્નમાં છૂપાયેલા ઘમંડને વળતો ફટકો મારતા વિનોબાએ તેમની ચોટદાર શૈલીમાં જવાબ આપેલ કે, ‘આ પૃથ્વી પર જે કાંઈ છે તે બધું મનુષ્યના ઉપભોગ માટે જ છે એવો ભ્રમ પેદા ન થાય તે માટે ઈશ્વરે તેમનું સર્જન કર્યુ છે.'
સુખ નામના પ્રદેશની શોધ માણસના મનમાં કરવી જોઈએ અને વાસ્તવમાં જે ચીજવસ્તુમાં નહિ પણ સંતોષમાં અનિવાર્ય ઉપભોગમાંજીવમાત્ર પ્રત્યેના આદરમાં છે તેવી માન્યતાની આધારશિલા પર પૌર્વાચ જીવનશૈલીની ઈમારત ખડી થયેલ. કાંખમાં છોકરું હોય અને ગામમાં શોધવા નીકળે એવી ઘેલી જેવી હાલત કસ્તુરીમૃગ સમા આપણા સૌની થઈ છે.
સુખ ચીજ-વસ્તુઓમાં છે એવો વહેમ અને એ ચીજવસ્તુઓના ઢગલામાં આળોટવા માટે અમારી ચારેબાજુ (સંસ્કૃતમાં ચોફેર એટલે ‘પરિ’) ઉપર નીચે-દસે દિશિ રહેલા પૃથ્વી, પાણી, અગ્નિ,વાયુ, વનસ્પતિ અને બે ઈન્દ્રિયો ધરાવતા પ્રાણીઓના ‘અનાવરણ’(પરિ + આવરણ +પર્યાવરણ)નો ખાતમો બોલાવવાનો અમને અબાધિત – નિરંકુશ અધિકાર છે એવો ઘમંડ – એનાથી ચડિયાતી હિંસા અને એનાથી ચડિયાતું શોષણ બીજું કયું હોઈ શકે ?
કીડીથી માંડીને કુંજર સુધીના તમામને જે સુખની અપેક્ષા છે તે સુખ વાસ્તવમાં ભૌતિક જગતમાં છે જ નહિ. જે વસ્તુ જ્યાં હોય જ નહિ ત્યાં તેને જે શોધવા માટે ફાંફાં મારવાની નરી મૂર્ખામી જ છે. ન્યૂટનના પદાર્થીવજ્ઞાનના ત્રણ નિયમોની જેમ, નિર્વ્યાજ સુખની અનુભૂતિ માટે ત્રણ શરતો પરિપૂર્ણ થવી જરૂરી છે અને ચીજ-વસ્તુઓના ભોગવટામાંથી પ્રાપ્ત થતા સુખમાં આ ત્રણે શરતો ક્યારેય પરિપૂર્ણ થતી નથી. બહુજન સમાજને આ ત્રણે શરતોનો સ્પષ્ટ ખ્યાલ નથી હોતો પણ કોન્શયલી કે અનકોન્શયલી જીવમાત્ર આ ત્રણે શરતોના ફુલફિલમેન્ટવાળું સુખ ઝંખતો હોય છે.
સૌથી પહેલી શરત છેઃ તેને જે સુખ જોઈતું હોય છે તે દુઃખના જરા
|| ૧૬૬ ||