________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
‘જોઈએ છે’ સુખઃ નિર્ભેળ, સર્વપ્રકારક અને શાશ્વત
તમે ક્યારેય નાના બાળકને પતંગિયાની પાછળ દોડતું જોયું છે? કુદરતના આ “ઈસ્ટમેનકલર’ સર્જનને પકડવા મથતું બાળક જેમ જેમ તેની પાછળ દોડે તેમ તેમ પતંગિયું તેનાથી દૂર ને દૂર ભાગતું જાય છે. હારી થાકીને બાળક જ્યારે પડતું મૂકે ત્યારે અચાનક જ એ પતંગિયું ક્યાંકથી આવીને હળવેથી એની હથેળી ઉપર બેસી જાય છે. સુખનું પણ આ પતંગિયા જેવું છે. તમે એને મેળવવા જેટલાં હવાતિયાં મારો એટલું એ તમારાથી દૂર ભાગે અને જેવા એ વલખાં બંધ કરી સ્થિર થઈ જાવ એટલે એ સામેથી આવીને તમારા દરવાજે ટકોરા મારે.
હિંસા અને શોષણ, પર્યાવરણ અને પ્રદૂષણ, ગરીબી અને બેકારી, જૂઠ અને પ્રપંચના આજના સઘળા પ્રશ્નો સુખ મેળવવાના રઘવાટમાં માણસજાતે ખોટી દિશામાં મૂકેલી દોટમાંથી પેદા થયેલા પ્રશ્નો છે. ઈગ્લેન્ડમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિ માનવજાતના ઈતિહાસનું એક વરવું સીમાચિન્હ છે. એ પહેલાંની અને એ પછીની (પ્રિ અને પોસ્ટ ઈન્ડસ્ટ્રિયલ રેવોલ્યુશન એરાની) જીવનશૈલીમાં કંચન અને કથીર જેટલો ફરક પડી ગયો છે. સત્તરમી–અઢારમી સદી પહેલાંના સમગ્ર વિશ્વમાં પૂર્વની જીવનશૈલીનું ઓછેવધતે અંશે પ્રભુત્વ હતું. પરંતુ એ પછી પશ્ચિમમાં જે જીવનશૈલી પાંગરી એના મૂળમાં સુખપ્રાપ્તિની ધરમૂળથી બદલાયેલી સંકલ્પનાઓ કામ કરી ગઈ.
‘મોર ધી કોમોડિટિઝ, (ઉપભોગિક વસ્તુઓ માટે)મોર ધી હેપિનેસ' (ખુશી માટે)નું એક હેવમોરિયું સમીકરણ રચાયું. ફલતઃ એ જીવનશૈલીના અનુયાયીઓનું ઘર જાતભાતના રાચરચીલા અને ફર્નિચરનું સંગ્રહસ્થાન બની ગયું.ટી.વી. વીડિયો, ફ્રિજ, મારૂતિ, મર્સિડિઝ....જેવી ચીજવસ્તુઓનો સંગ્રહ જેની પાસે વધુ એ સૌથી મોટો સુખી એવા ઈકવેશને તદ્દન વિપરીત એવી વાસ્તવિકતા તરફ ધરાર આંખમિચણાં કર્યા. જો આ ઈકવેશન સાચું હોય તો
|| ૧૧૪ ||