________________
મેં વાંચ્યું તમે પણ વાંચો રશિયામાં પરમાણુ દુર્ઘટનાનું સ્થાન) ચોંબિલનો મોતનો પંજો હજારો કિલોમીટર દૂર સુધી યુરોપના દેશોમાં ફેલાવાથી ત્યાં ખેતરો, જંગલો, સરોવરોને પણ કિરણોત્સર્ગીરજ અભડાવી ગયેલ.આરેડિયોએક્ટિવિટીની અસરથી હજી તો સેંકડો માણસો ભાતભાતના રોગોથી રીબાઈને મરશે. અંદાજ એવો છે કે કેવળ રશિયા અને યુરોપમાં જ સિત્તેરથી એસી હજાર માણસોને કેન્સરનો કોળિયો બનવું પડશે અને ચેનબિલ તો પ્રતીક માત્ર છે. દુનિયાભરના દેશો જ્યારે અણુ વીજળી મથકોને તાળા મારી રહ્યા છે ત્યારે ભારત સરકાર આખા દેશમાં ઠેર ઠેર આવા મોતના અડા ઉભા કરવાની દિશામાં તત્ક્રબેજવાબદારીથી આગળ વધી રહી છે.તેઓ અત્ર-તત્ર-સર્વત્ર ચેનબિલ ઉભા કરી રહ્યા છે.
ગાંધીજીના અંગત સચિવ તરીકે ખૂબ જાણીતા મહાદેવ દેસાઈના પૌત્રી ડો. સંઘમિત્રા દેસાઈ પોતે સર્જન છે અને રાજસ્થાનના રાવતભાઠા ખાતેના અણુવિદ્યુત મથકે આજુબાજુના ગરીબ ગામડિયાઓના આરોગ્યની જે બૂરી વલે કરી છે તેનો તેમણે કરેલા અભ્યાસ કોઈ પણ સંવેદનશીલ માણસની આંખમાં આંસુ લાવી દે તેવો છે. છાશવારે તમે છાપામાં જે તારાપુર અણુમથકખોટકાયાની વાતો વાંચો છો ત્યાં અકસ્માતો એ અપવાદ નથી પણ નિયમ છે. આધુનિક પ્રગતિ પોતાનાદુષ્કૃત્યો ઉપર ઢાંકપિછોડો કરવા માટે તેને રૂપાળા શબ્દોના વાઘા પહેરાવવામાં હોશિયાર છે.આવા અકસ્માતોને તેમણે અસામાન્ય ઘટનાઓનું નામ આપ્યું છે. ૧૯૮૦ સુધીમાં તારાપુર અણુમથકમાં આવી ૩૪૪ અસામાન્ય ઘટનાઓ બની ચૂકેલી. અને તે પછી દર મહિને સરેરાશ આવી પાંચ અસામાન્ય ઘટનાઓ ત્યાં બનતી. કોઈકે અણુ શક્તિના પંચના વડાને કહેવું જોઈએ કે તેમણે આવા અકસ્માત ન બને તેને અસામાન્ય ઘટના કહેવા જેટલો નાનકડો સુધારો તો તાત્કાલિક કરી લેવો જોઈએ. “સ્ટેટ ઓફ ઈન્ડિયાઝ એન્વાયર્નમેન્ટઃ અ સિટિઝન્સ રિપોર્ટમાં (ભારતીય પ્રકૃતિ અને વાયુ મંડલનું પરિદૃશ્ય-નાગરિકોની નજરે)ને નામે હિંદીમાં અનિલ અગરવાલે દિલ્હીથી બહાર પાડેલા અભ્યાસપૂર્ણ ગ્રંથમાં
| ૧૧૨ ]].