________________
મેંવાંચ્યું તમે પણ વાંચો મારીને દરવાજો ખોલવાની કોશિશ તો જરૂર કરી શકે. બહુ ગરમી લાગે તો ગયા ઉનાળામાં સેવંતીભાઈનો પરિવાર તેમની પત્નીને કરિયાવરમાં મળેલ મોતીભરતના સુંદર હાથવીંઝણાથી થોડીક ગરમી દૂર કરી લેતો પણ પંખાની સ્વીચને તેમણે હાથ પણ લગાડ્યો નથી. સાદા જીવનના પ્રેમી હોવાને કારણે શ્રીમંત હોવા છતાં એરકન્ડિશનર તો તેમણે વસાવ્યું જ નહોતું, પર ઘરમાંના રેફ્રિજરેટરને વિદાય આપી પાણી ઠંડું કરવા માટે અમદાવાદી ઘડાનો વપરાશ શરૂ કરી દીધો. આની એક આડપેદાશરૂપે અતિશય ઠંડા પાણી અને બીજા પદાર્થો ખાવાથી શરૂ થયેલી મંદાગ્નિ અને પાચન ન થવાની તેમની તકલીફો પણ દૂર થઈ ગઈ તેથી તેમનોવૈદ્ય પણ તેમની વીજળી હટાવો ઝુંબેશથી રાજી છે. અમેરિકાના તમામ અણુવીજમથકો (વીજળી પેદા કરવાનો એક અપેક્ષાએ સૌથી ખતરનાક રસ્તો) દ્વારા પેદા થતી વીજળીનો અરધો અરધ હિસ્સો, તો તેઓ રેફ્રિજરેટર્સ ચલાવવામાં જ ખર્ચી નાખે છે. અમેરિકામાં વપરાતી વીજળીના ૭ ટકા, રેફ્રિજરેટર્સપાછળ વપરાય છે. જ્યારે શહેરોમાં વસતા મોર્ડન અમેરિકનો તો તેમના કુલ વીજવપરાશના ૨૫ટકા ફિજપાછળ વેડફી નાંખે છે. અમેરિકનોનેફિજ વાપરવાનું બંધ કરવા સમજાવવું અઘરું છે પણ ઘરનું વાસ્તુ જ ઘડો મૂકીને કરવા ટેવાયેલ ભારતીયો ધારે તો ફિજના ઠંડા પાણીની બોટલોને બદલે મટકાકોલાથી ચોક્કસ ચલાવી શકે. ત્રાંબાપિત્તળના વાસણનું અજોડ મ્યુઝિયમ ખડું કરનાર વિશાલાવાળા સુરેન્દ્ર પટેલ અમદાવાદમાં સોલાથી ગોતા જતાં ભાગવત વિધાપીઠની બાજુમાં આવેલા તેમના ગારમાટીના પેલેસની મુલાકાતે આવનાર મહેમાનોને હોશેહશે તેમનું વિજળી વગર ચાલતું દેશી ફ્રિજ અચૂક બતાવે છે. માટીનું આ નાનકડું સાધન વાતાવરણની ગરમી-ઠંડીને અંદર પેસતાં અટકાવી અંદરના શાકભાજી, ફળફળાદિની સાચવણી વગર વીજળીએ કરે છે. માનવતા, અનુકંપા, જનસેવા એ જ પ્રભુસેવા અને ગરીબોની હમદર્દીની મોટી મોટી વાતો કરનારને તો આમેય એરકન્ડિશનર કે રેફ્રિજરેટર વાપરવાનો અધિકાર નથી, કારણ કે ઓઝોન લેયરમાં ગાબડું પાડી દુનિયાભરમાં કેન્સર જેવા
|| ૧૦
||