________________
મેં વાંચ્યું તમે પણ વાંચો આકાશમાં તેમના બંધારણમાં રાસાયણિક પરિવર્તનો થયા પછી આજ કેમિકલ્સ એસિડના સ્વરૂપમાં વરસીને નદીનાળામાં રહેલી વનસ્પતિને, જીવસૃષ્ટિને ખતમ કરવા ઉપરાંત જ્યાં વરસે ત્યાં જંગલોનો નાશ કરે છે. ત્યાં સુધી કે આ એસિડથી તે વિસ્તારમાં આવેલા મકાનોને પણ ઘસારો પહોચે છે. “ધવર્લ્ડરિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ” “બ્રધિંગ ઈઝિયર”નામના પુસ્તકના આંકડા અનુસાર અમેરિકાની કેટલીક પૂર્વીય પર્વતમાળાઓમાં વરસતા વરસાદમાં તો બિનપ્રદૂષિતવર્ષાજળની સરખામણીમાં એસિડનુપ્રમાણ બેહજારગણું વધારે નોંધાયું છે. આવી વિશ્વસનીય સંસ્થાનો રિપોર્ટનહોય તો આપણું મન માનવા પણ તૈયાર ન થાય કે ત્યાંના વરસાદમાં લીંબુના રસમાં હોય તેટલું એસિડનું પ્રમાણ હતું. એસિડ-વર્ષામાં મુખ્ય ગુનેગાર સલ્ફર ડાયોકસાઈડ (એક પ્રકારનું એસિડ જે વાહન અને કારખાનાઓ માંથી નિકળે તે) છે અને અમેરિકામાં વાતાવરણમાં ઉમેરતા કુલ સલ્ફર ડાયોકસાઈડમાંથી ૬પ ટકાના મળમાં ઈલેક્ટ્રીક સાધનોનો વપરાશ હોય છે.
આ બધું વાંચીને ઈલેક્ટ્રીસીટીનો વપરાશ સદંતર છોડી દેવો એ તો કો’ક મહાસત્ત્વશાળી ડાયનેમિકવિરલાનું જ કામ છે. પણ દરેક વાચક ધારે તો એટલું તો ચોકકસ નક્કી કરી શકે કે હવેથી બે દાદર ચઢવા માટે કે ચાર દાદર ઉતરવા માટે લિફ્ટનું બટન દાબવાને બદલે ચરણકમળને થોડુંક કષ્ટ આપીશું.ઈલેક્ટ્રીસીટીના ઉત્પાદનમાં સીધું-આડકતરું આટલું બધું શોષણ છે એ જાણ્યા પછી તારદેવ એરકન્ડિશન્ડ માર્કેડની સામે અરવિંદકુંજમાં રહેતા ધાનેરાના શ્રીમંત કુટુંબના સેવંતી શાહે પોતાના ઘરમાં વીજળીનો વપરાશ સદંતર બંધ કર્યો છે. ઘરમાં ડોરબેલને બદલે તેમણે દરવાજાની બહાર એક દોરી બાંધી અંદર તેની સાથે જોડાયેલ ઘંટની વ્યવસ્થા કરી છે. બહારથી કોઈ પણ મહેમાન આવે તો દોરી ખેંચે એટલે અંદરનો ઘંટ વાગે. જે સાંભળીને દરવાજો ખોલવામાં આવે. મહેમાનો માટે નોવેલ્ટીની નોવેલ્ટી અને વીજળીક ડોરબેલનો ઉપયોગ ન કરવો પડે તે નફામાં. સૌ કોઈ સેવંતીભાઈની જેમ ડોરબેલ પર હાથ નાખતાં પહેલાં દરવાજો સહેજ ખટખટાવીને કે એકાદ-બે બૂમ
| ૧૦૭ ||