________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
તમારા ઓરડામાં અજવાળું પાથરનાર વીજળીની ચાંપ કો'ક ગરીબ ગામડિયાના જીવનમાં
અમાસનો અંધકાર પણ રેલાવી શકે છે
વીજળીની શોધ નવીસવી થઈ હતી તે જમાનામાં કો’ક યુરોપિયન કંપનીનો એજન્ટ કાઠિયાવાડના એક દેશી રજવાડાના ઠાકોરને તેમના રાજમાં વીજળી દાખલ કરવા સમજાવવા આવેલો. રાજમહેલમાં રાજાસાહેબ આગળ વીજળીની જાતભાતની કરામતોનું વર્ણન ચાલી રહ્યું હતું. “બસ એક ચાંપ દબાવો એટલે અજવાળું થઈ જાય’થી માંડીને “ઉનાળાની ભરગરમીમાં ચાંપ દબાવો એટલે પંખો ચાલ્યા જ કરે” સુધીનું ગુણવર્ણન પૂરું થયા પછી ધીંગી કોઠાસૂઝ ધરાવનારા એક કાઠી દરબારે પેલા યુરોપિયનને પૂછયું કે “આ તો ભાઈ, તે બધી એના ફાયદાની વાત કરી, પણ એનો કોઈ ગેરફાયદો ખરો કે નહીં ?’’ એજન્ટે જ્યારે કહ્યું કે “ગેરફાયદાઓમાં તો એટલું જ કે કો’ક વાર કરંટ લાગે તો માણસ મરી જાય એવું બને’’ ત્યારે પળનાય વિલંબ વગર રાજાએ કહી દીધું કે “જે ચીજથી માણસ મરી જાય તેવી શક્યતા હોય તે ચીજમાં લાખ ફાયદા હોય તો પણ મારે એ ચીજ ન જોઈએ.”
કાઠિયાવાડના એ ઠાકોરને તો વીજળીનો કરંટ લાગે તો માણસ મરી જાય એટલા એક જ ગેરફાયદાની ખબર હતી. જ્યારે ગાંધીનગર અને દિલ્હીમાં બેઠેલા ઠાકોરોને તો એ પણ ખબર છે કે જળવિદ્યુત મથકો, થર્મલ પાવર સ્ટેશનો અને ખાસ કરીને અણુવિદ્યુત મથકો તો દુનિયા આખીને મોતને આરે લાવીને ઉભી કરી દે તેટલા ખતરનાક છે અને છતાંય નારાયણ દેસાઈ જેવા સર્વોદયી આગેવાનોની ચેતવણીઓને ગણકાર્યા વગર તેઓ સુરત પાસેના કાકરાપારથી લઈને દેશભરમાં અણુવિદ્યુત મથકોનું જાળું વિસ્તારતા જ જાય
છે.
જળવીજળી પેદા કરવા માટે જે વિરાટ બંધો બાંધવામાં આવે છે તેની
|| ૧૦′ ||