________________
મેં વાંચ્યું તમે પણ વાંચો સમારંભ થાય છે તેનું કરાવણ-અનુમોદનનું પાપત નળનું પાણી વાપરનારને લાગ્યા વગર રહે? મ્યુનિસિપાલિટીના કેમિકલવાળા પાણી પીને રોગના ભોગ બનવું અને કો'ક વાર યુદ્ધ જેવા સંયોગમાં કો'ક આતંકવાદી આખા શહેરના મ્યુનિ.ના મુખ્ય ટાંકામાં પોટેશિયમ સાઈનાઈડ જેવું કાંઈકઝેર નાખીને બધાને સામૂહિક રીતે જોખમમાં મૂકે તેવી પરિસ્થિતિના ભોગ બનવું તેના કરતાં દરેકના ઘરે પાણીની સ્વાવલંબી-જયણાયુક્ત ટાંકાની વ્યવસ્થા હોય તે વધુ સારું નથી?
સરકારને અપાતા કરવેરાનો ઉપયોગ કતલખાના જેવી મહાહિંસાના પ્રોત્સાહનમાં થતો હોય છે. તેનાથી ચિંતિત લોકોએખરેખર તો પોતાના પૈસાનો તેવો ઉપયોગ ન થાય તે માટે શક્ય તેટલી સરકારી સવલતોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. તમે નળનો ઉપયોગ કરો તો તમારે મ્યુનિ.ને વોટર ટેક્સ(પાણી વેરો) ભરવો જ પડશે, અને તમે ભરેલા પાણી વેરાના પૈસા સરકાર ધર્મનાશક યોજનાઓમાં વાપરશે.પણ તમેટાંકાનું જ પાણી વાપરતા હો ને નળનો ઉપયોગ કરતા જ ન હોવ તો કદાચ પાણી વેરામાંથી બચી પણ શકો. આમ, તમારા પૈસામાંથી થતી હિંસા એટલે અંશે અટકી શકે.
- જો માત્ર એક ફૂટ લાંબા, એક ફૂટ પહોળા અને એક ફૂટ ઊડા એટલે કે એક ઘન(ક્યુબિક)ફૂટ ટાંકામાં ૨૮ લીટર પાણી સમાઈ શકતું હોય તો એક કુટુંબની પાણીની જરૂરિયાતો જયણાપૂર્વક સંતોષી શકવા માટે બહુ મોટા ટાંકાની પણ આવશ્યકતા રહેતી નથી. હકીકતમાં તો શાસ્ત્રોમાં દેરાસરઉપાશ્રય જેવા ધર્મસ્થાનોનું બાંધકામ પણ પાણી ગાળીને જ કરવાનું વિધાન છે. જોદેરાસર ઉપરાંત ઉપાશ્રય-ધર્મશાળા જેવા ધર્મસ્થાનોની નીચે આવા વિરાટ ટાંકાની વ્યવસ્થા કરવામાં આવે તો તે ધર્મસ્થાનોના બાંધકામ ઉપરાંત સાધર્મિક-જમણ, સામૂહિક ઓળી જેવા ધર્માનુષ્ઠાનોમાં પણ ગાળેલું પાણી વાપરવાની વિધિ સાચવી શકાય. ઘરે-ઘરે ટાંકાના રૂપમાં આવા વિકેન્દ્રીત બંધની વ્યવસ્થા હોય તો નદીઓ પર વિરાટ બંધો બાંધી લાખો માણસોને બેઘર
| ૧૦૩ ||