________________
મેં વાંચ્યું તમે પણ વાંચો તો નહિ પણ પાણીના પોરાપણ પડતા નથી. પાણી કાઢતી વખતે હાથ-વાસણ વગેરેની ચોખ્ખાઈ જાળવી હોય તો વર્ષો સુધી ચોખ્ખા રહેતા આ વરસાદના પાણીના ઔષધીય ગુણોનું પણ અઢળક વર્ણન આયુર્વેદિક ગ્રંથોમાં જોવા મળે
છે.
‘ચરકસંહિતા'ના સૂત્રસ્થાનમાં ૨૭મા “અન્નપાનવિધિ” નામના અધ્યાયમાં જલવર્ગના વર્ણનમાં વરસાદના પાણી (દિવ્ય જળ)ને સ્વભાવે શીતવીર્ય, પવિત્ર, કલ્યાણકારી, સ્વાદે સુખકારી, નિર્મળ, પચવામાં હલકું, મેઘા(બુદ્ધિ) વર્ધક, આરોગ્યકારી તથા સાતે ધાતુઓને વધારનારું અને રાજાઓને પીવા યોગ્ય કહ્યું છે. સુશ્રુત પણ સૂત્રસ્થાનના ૪પમા અધ્યાયમાં ગગનજળને કફ, વાયુ અને પિત્ત ત્રણેનો નાશ કરનારું, બળપ્રદ, રસાયન, બુદ્ધિવર્ધક, અમૃતતુલ્ય અને એકાંતે કરીને અતિશય પથ્ય કહે છે. એમાંય ભાદરવા સુદ તેરસ (અગત્સ્ય-ત્રયોદશી)ના દિવસે અગત્સ્ય તારાના ઉદય પછી શરદઋતુમાં એકઠા કરાયેલા હંસોદક'ના નામે ઓળખાતા વરસાદના પાણીના તો અઢળક ગુણ ગવાયા છે. અષ્ટાંગહૃદયકાર તેના દ્રવદ્રવ્ય વિજ્ઞાનીય નામના પાંચમા અધ્યાયમાં આ બધા ગુણો ઉપરાંત હૃદયને માટે પણ તેહિતકારી હોવાનું જણાવે છે.
ચરકસંહિતાના જ યજપુરૂષીય નામના ૨૨મા અધ્યાયમાં બધા તેલમાં તલનું તેલ, દૂધમાં ગાયનું દૂધ, કઠોળમાં મગ-એમ બધી શ્રેષ્ઠ વસ્તુઓનું વર્ણન કરતા “અંતરિક્ષમ્ ઉદકમ્ ઉદકાનામ્” કહીને નદી, તળાવ, કૂવા, સરોવર, વાવ વગેરે બધા પાણીમાં વરસાદનું પાણી શ્રેષ્ઠ હોવાનું જણાવેલ છે. આ જ વાત કવિ ઋષભદાસે શ્રી શત્રુંજયની સ્તુતિમાં “મંત્રમાં નવકાર જ જાણું, તારામાં જેમચંદ્ર વખાણું, જલધર જલમાં જાણું બોલનારને પણ “જલધર જલમાં જાણુંનો અર્થ ભાગ્યે જ ખબર હશે. જલધર એટલે જલને ધારી રાખે તે એટલે કે મેઘ-વાદળ, કવિવરનો આશય એમ છે કે જેમ બધા પાણીમાં જલધરનું એટલે કે વરસાદનું પાણી શ્રેષ્ઠ છે તેમ બધા તીર્થોમાં
|| ૧૦ ||