________________
મેં વાંચ્યું તમે પણ વાંચો શિખર ઉપર કે ઘુમ્મટ ઉપર જે પાણી પડે તે (ઘુમ્મટની ચારે બાજુ નાનકડી પાળી બનાવી લીધી હોવાને કારણે નીચે પડવાને બદલે) નળિયાની કે બીજી કોઈ પણ પાઈપ દ્વારા સીધું ભૂગર્ભટાંકામાં વહ્યું જાય.ટાંકાનું ધાબું(સીલિંગ) પત્થરની પાટોથી ભરવામાં આવતું, જેમાં એકાદ ઘડો જઈ શકે તેટલી જગ્યાવાળું ઢાંકણું રાખી તેમાં ત્રાંબા-પિત્તળનું ઢાંકણું ખોલી ઘડા દ્વારા રસ્સી વડે પાણી ખેંચીને જ ટાંકામાં સંખારો કાઢી લેવામાં આવતો.આમ, અણગળ પાણીના જીવોની વિરાધનાના મોટા પાપમાંથી બચી જવાતું. દરેક સ્થળે પોતાની આવશ્યકતા અને પ્રાપ્ત જગ્યાના આધારે ટાંકાની લંબાઈ, પહોળાઈ ને ઊડાઈ અલગ-અલગ રહેતી. એક અર્થમાં જોઈએ તો ટાંકું એક પ્રકારનું ભોયરું જ અથવા ભૂગર્ભ-ઓરડો જ રહેતો જેમાં પાણી ભરવામાં આવતું. આમ જમીનની અંદર જ દેરાસરની કે ચોકની નીચે જ ટાંકું બનાવવામાં આવતું હોવાથી એક પણ ઈચ વધારાની જગ્યાની આવશ્યકતા રહેતી નહિ. અગાશીમાં બે છિદ્રો(કાણાં) રાખવામાં આવતા.જે છિદ્રમાંથી પાણી પાઈપ દ્વારા ટાંકામાં જાય તેમાં શિયાળા-ઉનાળા દરમ્યાન સામાન્ય રીતે લાકડાનો દટ્ટો ભરાવી રાખવામાં આવતો જેથી ધૂળ, જીવજંતુ વગેરે ટાંકામાં જાય નહિ. પહેલો વરસાદ પડે ત્યારે પણ આ દટ્ટો બંધ જ રહેતો જેથી અગાશીમાં વર્ષભરમાં જે ધૂળ-કચરો વગેરે ભેગા થયા હોય તે પહેલા વરસાદના પાણીમાં ધોવાઈને બીજા ખુલ્લા છિદ્ર દ્વારાબહાર નીકળી જવાથી અગાશી ચોખ્ખી થઈ જતી. તે પછી બીજા છિદ્રમાં દટ્ટો ભરાવી દઈ ટાંકીમાં પાણી જવા માટેના પાઈપનો દટ્ટો ખોલી દેવામાં આવતો જેથી પછીના વરસાદનું પાણી સીધું ટાંકામાં ભરવા લાગતું. ક્યારેક પહેલા વરસાદ પછી ચોખ્ખી થયેલી અગાશીમાં મરેલા ઉંદર જેવી અશુચિ મૂકી જવાથી કાગડાની ટેવ હોય છે એટલે બીજા વરસાદ પહેલાં તે અંગે નજર કરી લેવામાં આવતી.
નળ કે પંપના પાણીને ઘરોમાં ટાંકામાં ભરવામાં આવે ત્યારે તેમાં થોડા જ સમયમાં જીવાત-પોરા વગેરે થઈ જતા જોવામાં આવે છે. જ્યારે વરસાદના પાણીમાં એવો ગુણ છે કે, તે પાણી વર્ષો સુધી પડ્યું રહે તો પણ તેમાં જીવાત
| ૧૦૦ ||