________________
મેં વાંચ્યું તમે પણ વાંચો વિધિઅનુરાગી જૈનો વસે છે કે જે આવા ભૈયાઓને મહિનાના પગારથી બાંધીને સંખારો કાઢેલું કૂવાનું પાણી મંગાવીને યથાશક્ય તેનો જ ઉપયોગ કરે છે.
જે યાત્રિકો સુખશીલીયા-સગવડ પ્રેમી હોય તેમને તીર્થસ્થાનોના વહીવટદારોએ દુભાતા દિલે કદાચ નળ જેવી જયણાવિહીન સગવડો તીર્થસ્થાનોમાં પૂરી પાડવી હોય તો પણ સાથે-સાથે તે વહીવટદારોએ જે યાત્રિકો તીર્થસ્થાનોમાં વિધિપૂર્વક પાણી ગાળીને સ્નાન-પૂજાદિ કરવા માગતા હોય તેમને તે માટેની કૂવા વગેરેની સગવડ તો અવશ્ય પૂરી પાડવી જોઈએ. તેને બદલે આજે તો મોટે ભાગે એવી પરિસ્થિતિનું સર્જન થયું છે કે, જ્યાં તીર્થસ્થાનોમાં જૂના સમયના કૂવા વગેરે હોય ત્યાં પણ અજ્ઞાન વહીવટદારો તે કૂવા બંધ કરી દઈ ઉપર મશીન બેસાડી દે છે. એટલે પાણી હાથે ખેંચીને કે તીર્થના કોઈ સ્ટાફ પાસે ખેંચાવીને સંખારો કઢાવી વાપરી શકાય તેવી વ્યવસ્થા પૂરી પાડવાની વાત તો બાજુ પર રહી પણ આવી વ્યવસ્થા ઉપલબ્ધ હોય તો તેનો પણ નાશ કરવામાં આવે છે. મુંબઈ જેવા શહેરો કરતાં યે નાનાં ગામડાં કે નાનાં શહેરોમાં તો હજી પણ કૂવેથી પાણી ખેંચીને લાવવું ખૂબ સરળ છે.
આજ કાલ ટ્યુબવેલો અને ડીઝલ-ઈલ એન્જિનો દ્વારા પાતાળમાંથી એટલું બધું પાણી ચૂસી લેવામાં આવ્યું છે કે, ઘણી જગ્યાએ કાં તો કુવા સાવ સૂકાઈ ગયા છે. તો વળી બીજે કેટલેક ઠેકાણે પાતાળકુવાવાળા સંડાસને કારણે ભૂગર્ભના જળસ્ત્રોતો પ્રદૂષિત થયા હોવાથી આવા કૂવાઓનું પાણી વાપરવાલાયક રહ્યું નથી. ક્યાંક-ક્યાંક જમીનમાં પાણી ખારું હોવાને કારણે પણ તેનો ઉપયોગ થઈ શકે તેમ હોતો નથી. જે સ્થળોએ કૂવાનું પાણી વાપરવામાં ઉપરોક્ત મુશ્કેલીઓ ઉભી થાય એમ હોય ત્યાં પણ શક્ય બની શકે તેવા અલ્પદોષવાળો વિકલ્પ વરસાદી પાણીના ટાંકાનો છે.
અમદાવાદ, પાટણ, ખંભાત, રાધનપુર જેવા અનેક શહેરોના જૂના દેરાસરોમાં રંગમંડપની જ અથવા ચોકની નીચે ભૂગર્ભ (ભોયરા)માં વરસાદનું પાણી સંઘરવા અંડરગ્રાઉડ ટાંકા કરવામાં આવેલા છે. દેરાસરના
LI|
૬ ||