________________
મેં વાંચ્યું તમે પણ વાંચો અને પોતાનું કુદરતી આયુષ્ય પાણીમાં પૂરું કરી શકે. ગળણા ઉપર પાણી રેડીને અળગણ પાણીના જીવોને ફરી પાછા પાણીમાં (સ્વસ્થાને)પહોંચાડવાની આ ક્રિયાને સંખારો કાઢવાની ક્રિયા કહેવાય છે. જુદા-જુદા ઉષ્ણતામાનવાળા તથા ક્ષારનું જુદું-જુદું પ્રમાણ ધરાવતા પાણીમાં રહેલા જીવજંતુઓ જુદા ઉષ્ણતામાન તથા ક્ષારનું જુદું પ્રમાણ ધરાવતા પાણીમાં જાય તો ત્યાં જીવી શકતા નથી, એવા આજના વૈજ્ઞાનિક રિસંચની જાણ ગામડાંની અભણ ડોશીઓને યુગોથી હતી. તેથી દેરાણી એક કૂવેથી (દા.ત. લીમડાવાળી શેરીને કૂવેથી) ચાર ઘડા પાણી લાવી હોય અને પાંચમો ઘડો લેવા જેઠાણી જતી હોય તો દેરાણી જેઠાણીને સૂચના આપી દે છે, હુ લીમડાશેરીના કૂવેથી પાણી લાવી છું એટલે મારા પાણીનો સંખારો(જીવો)તે કૂવામાં જ નાખજો.' આમ કહેવાનું કારણ એટલું જ કે જેઠાણી તો કદાચ પાણી ભરવા બીજા (દા.ક. પીપળાશેરીના) કૂવે પણ જાય અને જો આગલા કૂવાનો સંખારો (જીવો) પછીના બીજા કૂવામાં નંખાઈ જાય તો તેનું પાણી આગલા કૂવા કરતા થોડું પણ વધારે ઠંડુ કે ગરમ હોય, અથવા ઓછાવત્તા ક્ષારવાળું હોય તો તે જીવો તેમાં જીવી ન શકે. જીવનની નાની મોટી દેનંદિન ક્રિયાઓમાં ભુતદયાને આટલી સૂક્ષ્મતાથી વણી લેનાર જીવનશૈલી કેટલી મહાન હશે!
પણ હેન્ડ-પંપ અને નળના આગમન સાથે જૈન પરિવારોએ પણ જયણા ધર્મને મહઅંશે અલવિદા આપી દીધી છે. કૂવે-વાવે કે નદીએ પાણી ભરવા જતી પનિહારી લગભગ ભૂતકાળની વાત બની ગઈ છે. પાણી ગાળવાની એ ઉદાત્ત પરંપરાના પ્રતિકરૂપે મોટા ભાગના લોકો નળ ઉપર કપડાની (અને હવે તો નાયલોનની સાવ નકામી) કોથળી બાંધી દઈ પાણી ગાથાનો મિથ્યા આત્મસંતોષ અનુભવતા થઈ ગયા છે. હકીકતમાં તો કોથળીમાં ગળાઈને પાણી આવે એનો અર્થ એ જ થયો કે અળગણ પાણીના જીવો કોથળીમાં રહી જાય અને ઘડી-બેઘડીમાં જ્યારે એ કોથળી સૂકાઈ જાય ત્યારે પાણીમાં જ જીવી શકે તેવા) એ જીવો તરફડીને મરી જતા હોય છે. આમ, કોથળી બાંધવા પાછળનો અણગળ પાણીના જીવોની હિંસાથી બચવાનો
| ૬૭ ||