________________
મેં વાંચ્યું તમે પણ વાંચો કરવાની; કરોડો જળચર જીવોને મારવાની કે લીલાછમ જંગલોને કાપવાની જરૂર ન પડે, અને બબ્બે-ત્રણ વર્ષના કારમા દુષ્કાળમાં પણ પીવાના પાણીની સમસ્યા તો ઉભી જ ન રહે. સાંભળવા મુજબ આફ્રિકાની કે લેટિન અમેરિકાની કો'ક સરકાર તો નવા મકાનમાં ટાંકાનું આયોજન કર્યું હોય તો જ તેના નકશા મંજૂર કરીને બાંધકામ શરૂ કરવાની રજા આપે છે.
પાણીની આવશ્યકતા જ ન રહે તેવી વિદેહી સ્થિતિને પ્રાપ્ત કરીએ ત્યાં સુધી જે પાણી અનિવાર્યપણે વાપરવું પડે તો જયણાપૂર્વક જ વાપરવું છે તેવો સંકલ્પ હોય તો તેના બળે એક દિવસ એવી અક્ષય સ્થિતિ જરૂર પ્રાપ્ત થાય કે જ્યાં દેહાતીત બની ગયેલ આતમરામને આવા પરપદાર્થોની આવશ્યકતા જ ન રહે.
-મુનિહિતરૂચિવિજયજી પર્યુષણ પર્વ, વિક્રમ સંવત ૨૦૪૯
co
દુનિયાનું સૌથી મોટું પુસ્તકાલય પેરિસમાં વિવ્વલેથિક નેશનલ લાયબ્રેરી ૫૦ લાખ પુસ્તકો હસ્તલિખિત.
ઇંગ્લેંડમાં બ્રીટિશ મ્યુજીયમ થોડુ નાનું પણ એમાં કિંમતી પદાર્થ ઘણા છે.
રશિયામાં લેનીન ગ્રેડમાં ૪૫ લાખ ૬૦ હજાર પુસ્તકો, ૧ લાખ ૨૦ હજાર હસ્ત લિખિત પ્રત.
વીર શાસન તા. ૬/૧/૧૯૩૩ના અંકમાં.
|| ૧૦૪ ||