________________
મેં વાંચ્યું તમે પણ વાંચો રોગોનું પ્રમાણ બેહદ વધારી દેનારી સીએફસીના ઉત્પાદનમાં સૌથી મોટો ફાળો એરકન્ડિશનર્સ અને રેફ્રિજરેટર્સનો છે. સેવંતીભાઈનું આખું કુટુંબ મિશનરી ધગશવાળું છે એટલે એમની પત્ની પણ ચટણી વાટવાથી લઈને સૂંઠપીપરીમૂળ જેવા મસાલા ખાંડવા ગ્રાઈન્ડર-મિકસર-જ્યુસરનો ઉપયોગ કરવાને બદલે પરંપરાગત સાધનોથી ચલાવી લે છે અને સ્કૂલમાં ભણતા તેમના બે દીકરા અને દીકરી કરિશ્મા રાત્રે વાંચવા માટે દિવેલના દીવાના અજવાળે વાંચીને પરીક્ષા આપવાનો આગ્રહ રાખે છે. વર્ષોથી સેંકડો રૂપિયાનું વીજળી બિલ ભરનાર પરિવારનું મીટર ઝીરોનો આંકડો બતાવવા લાગ્યું એટલે બેસ્ટનો માણસ આવ્યો અને જ્યારે તેણે જાણ્યું આ લોકો રાત્રે પણ ડ્રોઈંગરૂમમાં લાઈટને બદલે દીવો કરીને બેસે છે ત્યારે તેના મોંમાંથી પણ શબ્દો નીકળી પડ્યા, “અરે!તુમ લોગ બમ્બઈ મેં જીતહો ક્યા?' આ પરિવારે ચારિત્ર લઈ લીધું છે.
વીસ કરોડ અમેરિકનો ભેગા મળીને દર વર્ષે એક અજબ ઈલેક્ટ્રીક બલ્બનો ખુરદો બોલાવી દે છે. આટલા બલ્બ જો જમીન ઉપર પાથર્યા હોય તો રોજ ત્રણ એકર જમીન ભરાઈ જાય.મુંબઈના ગુજજુ આર્કિટેક્ટો પણ જો એટલું નકકી કરે કે તેમના ગ્રાહકોના ઈન્ટિરિયરમાં સ્વીચ દાબવાથી એક સાથે બેકે ચાર બલ્બો ચાલુ થાય તેવા ફિટિંગ્સ ગોઠવવાને બદલે એક સ્વીચથી એક બલ્બ જ ચાલુ થાય તેવી ગોઠવણ કરે તો પણ વીજળીનો વપરાશ ઘટવા માંડે. ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું કરવામાં શ્રીમંતોની કબર પર બળતા ઘીના દીવા કરતા મહાનગરોના આલીશાન ફ્લેટોના દીવાનખાનાના ઝુમ્મરોમાં એક સાથે બળતા દસ-દસ, વીસ-વીસ બ્લબોનો ફાળો ઘણો મોટો
છે.
આપણે ભલે તેમને ધૂની, ચૌદમી સદીમાં જીવનારા કે જૂનવાણી કહીને વગોવી કાઢીએ પણ હિંસા અને શોષણના પાયા ઉપર ઉભેલીવીજળીથી ચાલતાં નાના મોટા કારખાનાની સંસ્કૃતિને હડસેલીને તેના વિકલ્પો લોકો સુધી
|| ૧૦૬ ||