________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
સમસ્યા પાણી ગાળવાની ઃ સમાધાન વરસાદના પાણીના ટાંકાનું
ત્રિલોકગુરુ પરમાત્મા મહાવીરદેવની ઊજળી પરંપરાના આભૂષણ સ્વરૂપ શ્રી શય્યભવસૂરીશ્વરજી મહારાજાએ દશવૈકાલિક સૂત્ર' નામના અજોડ ગ્રંથમાં નિષ્પાપ જીવનશૈલીનું વર્ણન ચાર પદના એક જ શ્લોકમાં કરતા કહ્યું છે કે, જે જયાણાપૂર્વક ઊભો રહે, બેસે, ચાલે, સૂએ, ખાય અને બોલે તે પાપથી બચે.આ આખાય વાક્યમાં “જયણાપૂર્વક એ કીવર્ડ(ચાવીરૂપ શબ્દ) છે. એક અપેક્ષાએ જોઇએ તો જયણા એતો તીર્થકરોપદિષ્ટ નિરારંભ જીવનશૈલીની આધારશિલા છે.
આધુનિક વિજ્ઞાન, કેળવણી અને યંત્રવાદના આગમન પછી મોટા ભાગના જૈન પરિવારોમાંથી આ જયણા ધર્મનું દેવાળું નીકળી ગયું છે. જાડા કપડાંથી ગાળ્યા વગરના પાણીમાં સંખ્યાબંધ ત્રસ (હાલતા-ચાલતા) જીવો રહેતા હોવાથી આર્યાવર્તમાં માત્ર જૈન પરિવારોમાં જ નહિ પણ અજૈનોમાંયે પીવાનું કે વપરાશનું પાણી કપડાથી ગાળીને જ વાપરવાનો રિવાજ હતો. અજૈન પુરાણોમાં તો ત્યાં સુધીના વર્ણન આવે છે કે એક ઘડો અણગળ પાણી વાપરનારને સાત ગામ બાળવા જેટલું પાપ લાગે. ઈતિહાસ એ વાતની શાખ પૂરે છે કે પરમાહત્ મહારાજા કુમારપાળ પોતાના લશ્કરના (૧૧) લાખ ઘોડાઓને પણ પાણી ગળાવીને જ વપરાવતા. ગામડે ગામડે બહેનો વાવ, કૂવા કે નદી ઉપર પાણી ભરવા જતી ત્યારે ઘરે પાણી લાવીને, ગાળીને, બધું પાણી ભરાઈ જાય ત્યારે જે કપડાથી બધું પાણી ઘરે ગાળ્યું હોય તે ગળણું છેલ્લું વાવ, કૂવા કે નદી ઉપર લઈ જઈ ગળણાને પાણી ઉપર અદ્ધર બરાબર પહોળું કરીને ગાળેલા પાણીનો એકાદ લોટો તે ગળા ઉપર ધીરેધીરે રેડતી. જેથી પાણી ગાળવાની પ્રક્રિયા દરમિયાન અણગળ પાણીમાં રહેલા જે જીવજંતુઓ તે ગળણામાં આવી ગયા હોય તે બધા ફરી પાછા મૂળ પાણીમાં પહોંચી જાય
| ૬૬ //.