________________
મેં વાંચ્યું તમે પણ વાંચો મૂળભૂત ઉદેશ તો તેમાં મરી જ જતો હોય છે. તો હવે આજના યુગમાં અમલમાં કરી શકાય તેવો આનો વ્યવહારૂવિકલ્પ શું તે પ્રશ્ન સહેજે ખડો થાય જ. જ્યાં સુધી હાલ ચાલતા (નળને કપડાની કોથળી બાંધવાના) રિવાજને જાળવી રાખવો એટલા માટે ઉચિત જણાય છે કે, તેમાં જીવોની રક્ષા થતી નહોવા છતાં પણ પાણી તો ગાળીને જ વાપરવું જોઈએ એ વિચારની રક્ષા જરૂર થાય છે. એટલે પરિણામનિર્વસ થતા અટકતા હોવાથી નળને કોથળી બાંધવાનું છોડી દેવાને બદલે (કોથળી સૂતી કપડાની જ બાંધવી) અને આપણા પરિણામની સાથે-સાથે જીવોની પણ રક્ષા થાય એ દિશામાં આગળ વધવું જોઇએ.
જ્યાં-જ્યાં હજુ પણ નાનાં ગામડાંઓમાં શહેરોમાં-તીર્થોમાં કૂવાની વ્યવસ્થા હોય કે ઊભી કરી શકાય તેમ હોય ત્યાં ત્યાં કૂવામાંથી હાથે પાણી ખેંચીને સંખારો તે જ કૂવામાં કાઢવાનું એકદમ શક્ય છે. જેને જયણાનો તીવ્ર પરિણામ હોય એને આ વાત અશક્ય નહિ જ લાગે. મુંબઈ જેવા શહેરોમાં પણ આજેય એવા વૈષ્ણવ પરિવારો વસે છે કે જે તેમના ગૃહમંદિરમાં પધરાવેલા ઠાકોરજીના અભિષેક માટે નળનું પાણી ન વાપરવાના આગ્રહી હોવાથી નજીકમાં આવેલા કૂવામાંથી ઉ.પ્ર. બાજુના ભૈયાઓ પાસે પાણી ખેંચાવીને રોજ ઘડા દીઠ રૂપિયાની મજૂરી આપીને પણ ઠાકોરજી માટે તથા ચુસ્ત વૈષ્ણવો તો અંગત વપરાશ માટે પણ એ જ પાણી વાપરે છે. પૂર્વાવસ્થામાં મુંબઈ વાલકેશ્વર રોડ ઉપર આવેલ શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના દેરાસરની પાછળ આવેલ કૂવામાંથી શીતલબાગ ખાતેના દેરાસરમાં પ્રભુજીના અભિષેક અને પીવાના પાણી માટે પાણી પહોંચાડે તેવી વ્યક્તિની શોધ કરતા ખબર પડી કે, આજે પણ ઉત્તર પ્રદેશના ભૈયાઓ સવારથી સાંજ સુધી વૈષ્ણવ પરિવારોમાં કુવાનું પાણી આવી રીતે હાથે ખેંચીને પહોંચાડે છે.જોવૈષ્ણવ પરિવારો મુંબઈ જેવા શહેરોમાં પણ વીસમી સદીમાંયે પોતાના ઠાકોરજી માટે નળનું પાણી ના જ વાપરવાનો આગ્રહ જીવનમાં અમલી બનાવી શકતા હોય તો, ત્રિલોકગુરુ પરમાત્માના ભક્ત જૈન પરિવારો માટે એ અઘરું છે? જો કે આજે પણ વાલકેશ્વરથી માંડીને ભૂલેશ્વર અને તારદેવ જેવા વિસ્તારોમાં એવા
|
૬
||