________________
મેં વાંચ્યું તમે પણ વાંચો પલાળી દેવામાં આવે તો બાર વાગ્યા સુધીમાં એ પલળીને એટલા પોચા થઈ જાય કે એને પકવવા માટે ચૂલો અર્ધો સમય પણ બાળવાનપડે. પેઢી દર પેઢી વારસામાં મળતા જ્ઞાનને વળગી રહી પાણીમાં ચોખા પલાળવા દ્વારા પાણીમાં રહેલી ઉર્જા (હાઈડ્રલ પાવર)નો ઉપયોગ કરી બળતણ બચાવતી અભણ માનું જિવન વધુ વૈજ્ઞાનિક હતું કે હોમ સાયન્સમાં ગ્રેજ્યુએટ થઈ સવારે આઠ વાગ્યે-ઉઠી સોફાસેટ પર બેસી બ્રશ કરતા કરતા છાપાં મેગેઝિન વાંચી, સવારની ટીવી સિરિયલ જોયાં પછી બાર વાગ્યે રસોઈનો સમય થાય એટલે નાછૂટકે ઊભા થઈ પ્રેશરકુકરમાં વૈજ્ઞાનિકતા અને છાણાં-લાકડાંના ચૂલાની પછાતતા ઉપર ભાષણ આપી શકવાની શક્તિ ધરાવતી તેની દીકરીનું જીવન વધુ વૈજ્ઞાનિક છે, તે સુજ્ઞ વાચકો સ્વયં નક્કી કરી લે.
એકાદ ઘરમાં થોડાક બળતણની આ વાત આમ તો સાવ મામૂલી લાગશે પણ ૮૦ કરોડની વસતી ધરાવતા આવિરાટ દેશમાં ટીપે-ટીપે સરોવર ભરાય અને કાંકરે-કાંકરે પાળ બંધાયની કહેવત ભૂલવી ન જોઈએ. ઉર્જા બચાવની અને ઓછા ઉપયોગની આવી કેટલીય વંશપરંપરાગત ટેક્નિકો જુની પેઢીની વિદાય સાથે આજે વિદાય લેતી હશે, પણ આપણે ત્યાં પ્રગતિના આ જમાનામાં સાયન્ટિફિક ટેમ્પરનો (વૈજ્ઞાનિક સુચનાંક)(પ્રગતિનો) અર્થ એવો કરવામાં આવે છે કે સ્કેલ જેટલો જંગી અને પ્રક્રિયા જેટલી જટિલતેટલી વસ્તુ વધુ વૈજ્ઞાનિક અને પ્રક્રિયા જેટલી સાદી તથા કદ જેટલું નાનું તેટલી ચીજ જુનવાણી. આવા જુઠ્ઠાણા ઈકવેશનને કારણે, હાઈડ્રલપાવર (જલ વિદ્યુત) પેદા કરવાની તોતિંગ યોજનાઓ ઉભી કરીને વિરાટકાય સરોવરો નીચે ગરીબ વનવાસીઓ, જંગલી પશુઓ અને ગીચ જંગલોને તથા વિશ્વબેંકના દેવાના દરિયા નીચે બાકી રહેલા દેશને ડૂબાડી દેવા માટે જેટલી જહેમત ઉઠાવાય છે તેના હજારમાં ભાગની મહેનત પણ હાઈડ્રલપાવરનો ઉપયોગ કરવાની આવી ઘરેલું રીતિઓને જીવાડવા કે ફેલાવવા કરવામાં આવતી નથી. • આની પાછળનું એક બીજું કારણ માનવ અને વધુમાં વધુ પશુ-પંખી જગત સિવાયની સૃષ્ટિમાં રહેલા જીવવનો આદર કરવાનો ઈન્કાર કરતી
|| 6