________________
મેં વાંચ્યું તમે પણ વાંચો શેવિંગ કરતી વખતે બેસિનનો નળ ચાલુ રાખીને તેનાં કરતાં ત્રણથી ચારગણું પાણી ઢોળવાની આદત પડી ગઈ છે અને સંત જ્ઞાનેશ્વર નઠારા છોકરાને ગોળની બાધા આપતાં પહેલાં પોતે ગોળ છોડવાનો દાખલો બેસાડી ગયા હોવાથી તમે ‘તેરી બી ચૂપ ઓર મેરી બી ચૂપ'નું વલણ અપનાવી આંખમિંચામણાં કરવાનું શરૂ કરી દો છો. પણ તમારા આંખમિંચામણા કરવાથી વાત અટકતી નથી. વેડફાટનો તમારો આ ભવ્ય(!) સંસ્કારવારસો તમારા બાળકથી આગળ વધતો વધતો છેક તમારા ઘાટી–રામા સુધી ઊતરી આવે છે. તમારા શાહજાદાને નળ ચાલુ રાખીને બ્રશ કરવા માટે આળસતા જોઈને તે શા માટે પાછળ રહે? તે પણ વાસણ માંજતી વખતે નળ બંધ કરવાનું કષ્ટ ઉઠાવતો નથી અને તમે તથા તમારા કુંવરસા’બ બ્રશ અને દાઢી કરવામાં જેટલું પાણી વેડફો છો તેનાથી દોઢું પાણી તે વાસણ માંજતી વખતે વેડફી નાખે છે. તમારી આ ત્રિપુટી જો બ્રશ, દાઢી વખતે અને વાસણ માંજતી વખતે નળ ચાલુ રાખવાની સાહ્યબી છોડી દે તો દર વર્ષે ઘરદીઠ લાખેક લિટર જેટલું પાણી તો અવશ્ય બચે જ બચે, કારણ કે માત્ર એક મિનિટ નળ ખુલ્લો રાખવામાં આવે તેટલી વારમાં ૧૩ થી ૨૨ લિટર જેટલું પાણી ગટરભેગું થઈ જતું હોય
છે.
પાલનપુરના નવાબી રાજના વડગામમાં મારા બાળપણનો પહેલો દાયકો વીત્યો છે અને મને આજે પણ દીવા જેવું સ્પષ્ટ યાદ છે, વિદ્યુલભાઈ ધાંયજા(ઉત્તર ગુજરાતમાં હજામતનું કામ કરતી જ્ઞાતિના ભાઈઓને ધાંયજા તરીકે ઓળખવામાં આવે છે) કે તેમના ભાઈ જ્યારે ઘરે અમારા વાળ કાપવા કે પિતાજીનું વતું કરવા આવતા ત્યારે હજામત શરૂ કરતા પહેલાં પિત્તળની એક નાની ગોબાવાળી વાટકીમાં અમારી પાસે થોડું પાણી મંગાવતા. એટલી નાનકડી વાટકીના પાણીમાં ઘરના બધાની હજામતનું કામ થઈ જતું. હજી આજે પણ મુંબઈની ફૂટપાથો ઉપર પરંપરાગત નાઈભાઈઓ મોર્ડન હેરકટિંગ સલૂનની સલૂકાઈથી એટલા જ પાણીમાં કામ પતાવતા હોય છે. એકવીસમી સદીમાં જ્યારે પાણીનો દુષ્કાળ ઘેરી વળશે ત્યારે દુનિયા આખીએ
|| ૬૨ ||