________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
–વાર્યા નહિ તો હાર્યા પણ– વોશબેસિનના શેવિંગ ઉપરથી પિત્તળની વાટકીની હજામત ઉપર આવવું જ પડશે. પરંતુ તે પહેલાં પ્રગતિ અને વિકાસની કલ્પનાઓમાં આમૂલ પરિવર્તન લાવવું પડશે. ગામડાના વસ્તારી કુટુંબના ઢગલો વાસણ ઘરના આંગણામાં પડેલી ધૂળ કે ચૂલામાં બચેલી છાણાંની રાખથી ઘસીને ઊજળા કરીને તેજ રાખથી ચોખ્ખા કરી દઈ પાણીનું ટીપું સુદ્ધાં ન વાપરવાની મારવાડના ગામડાની કન્યાને વિકસિત અને હુતાહુતીનાં બે વાસણ માટે બાવીસ બાલ્દી પાણી ઢોળી નાખનાર મુંબઈની અલ્લડ યુવતીને પછાત ગણવાના નૂતન માપદંડો વિકસાવવા પડશે.
‘ચેરિટી બિગિન્સ એટ હોમ’(માનવતા પોતાના ઘરથી શુરુ થાય)ની બહુ ગવાયેલી, બહુ ચવાયેલી કહેવત અનુસાર દરેકે સૌથી પહેલો કુહાડો પોતાના પગ ઉપર જ મારવો જોઇએ. મુંબઈમાં વસતું નાનામાં નાનું માત્ર ચાર સભ્યોનું કુટુંબ રોજનો માત્ર પાંચ મિનિટનો શાવરબાથ લે તો પણ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને દર અઠવાડિયે ત્રણથી ચાર હજાર લિટર પાણીનું તેમના નામનું નાહી નાખવું પડે. આટલી લકઝરી છોડવાની પા-પા પગલીથી શરૂઆત કરીએ તો ચાર માણસના આ કુટુંબના પાંચ મિનિટના શાવરબાથનું એક અઠવાડિયાનું પાણી ઝૂંપડપટ્ટીમાં જીવતા એક માણસને ત્રણ વર્ષ સુધી પીવા માટે ચાલી શકે.ટીવી-વિડિયોની રંગીન સિરિયલોએ આપણી સંવેદનાને એટલી બુટ્ટી બનાવી દીધી છે કે, આપણને કદાચ આવો વિચાર પણ આવતો નથી. આપણે તો કાઠિયાવાડના ગામડાંમાં પિત્તળનો કળશિયો લઇને ઝાડે ફરવા જતા, તેને બદલે મુંબઈમાંથી કમાઈ આવીને નાનકડા ગામડાંના ઘરમાં પણ સંડાસ દાખલ કરવામાં સુધરી ગયાની અનુભુતિ કરતા હોઇએ છીએ. આપણને એ ખબર નથી કે નાના ગામડાંની ગામ બહારની વિશાળ ખુલ્લી જમીનમાં લોટો લઇને જંગલ જવામાં તો સવારના પહોરની ચોખ્ખી હવામાં ચાલવાનો અને એ હવા શ્વાસમાં લેવાનો મોટો ફાયદો છે. આ દેશનાં લાખો ગામડાંઓનાં કરોડો કુટુંબોની આ તંદુરસ્ત ટેવને કારણે, વીતતા વર્ષોની સાથે દેશની કોણ જાણે કેટલીય જમીનની ફળદ્રુપતામાં માનવમળમૂત્રથી વધારો
|| ૬ ||