________________
મેં વાંચ્યું તમે પણ વાંચો નહિ. તેથી ઉપાશ્રયની આસપાસમાં દારૂડિયા, માંસાહારી, ગુંડાઓ અને અધમવૃત્તિવાળાદુરાચારીમાણસો આવે નહિ. તેથી ઉપાશ્રયની આસપાસમાં વસનારા ગૃહસ્થોના ઘરની સ્ત્રીઓની છેડતી થાય નહિ, તેમની શીલધર્મની સલામતી રહે, બાળકોની પણ સલામતી રહે, તેમના અપહરણ થાય નહિ. આમ ઉપાશ્રયની આસપાસનું વાતાવરણ સર્વ પ્રકારે નિર્ભયતાવાળું રહે.
સાધુ-સાધ્વી કોઈ પણ ખોટી પ્રવૃત્તિ કરે નહિ, એથી એમના કારણે આસપાસના લોકોને તકલીફ થાય નહિ. સાધુ-સાધ્વી શાંતિથી જીવે અને આસપાસના લોકોને પણ શાંતિથી જીવવા દે. એના કારણે એ વિસ્તારનું વાતાવરણ સુખદાયક રહે. ઉપાશ્રયની આસ-પાસમાં વસનારા ગૃહસ્થોનાં સંતાનો કુસંગથી બચે તેમજ કુસંગ દ્વારા નફ્ફટ, તોફાની અને સંસ્કારી તેમજ વ્યસની બનેલાને, સત્સંગ દ્વારા અનેજિનવાણીના શ્રવણ દ્વારા સુધરવાની અને સુસંસ્કારી બનવાની સોનેરી તક પણ મળે.
ઉપાશ્રય વગેરે ધર્મસ્થાનો જગતમાં હિંસા-જૂઠ-ચોરી-વ્યભિચાર આદિ પાપોનું નિવારણ કરનારા અને અહિંસાદિ ધર્મનો પ્રચાર કરનારા છે. તેથી જે ભૂમિનો અભ્યદય થવાનો હોય ત્યાં જ દેરાસર, ઉપાશ્રય, જેવાં ધર્મસ્થાનો બંધાતા હોય છે, પણ જે ભૂમિનું અધઃપતન થવાનું હોય છે, ત્યાં બંધાતા નથી. ત્યાં તો હિંસાદિ પાપોના અને અધર્મનો ફેલાવો કરનારા થિયેટર, હોટલ જેવા પાપસ્થાનો જ બંધાતા હોય છે. જે ભૂમિ ઉપર દેરાસર-ઉપાશ્રય જેવા ધર્મસ્થાનો બાંધવાનું નક્કી થાય છે, તેની આસપાસની જમીનનાં મૂલ્ય રાતોરાત વધી જાય છે. જ્યારે પાપસ્થાનોના આસપાસની જમીનના મૂલ્ય રાતોરાત ઘટી જાય છે. આવું ઘણી જગ્યાએ જોવા મળે છે. પાપ કર્યા વગર ગૃહસ્થ જીવન જીવી શકાતું નથી અને પાપના ત્યાગવગર તેમજ સંયમી બન્યા વિના સાધુ જીવન જીવી શકાતું નથી.
પરમ ઉપકારી શાસ્ત્રકાર ભગવંતોએનિષ્પાપ અને સંયમી એવા સાધુ જીવન માટે સ્વપરહિતકારી એવા જે ઉત્તમ કોટિના આચારો બતાવ્યા છે, તેનું
||
8 ||