________________
મેં વાંચ્યું તમે પણ વાંચો કરનારા પોતે પણ જ્યારે ઘરડા અને બીમાર થશે, ત્યારે સાધુ-સાધ્વીનાં મળમૂત્રનીદુગચ્છા કરવાના અહિતકર સંસ્કાર પોતાનાથી જપામેલો પોતાનો પરિવાર એનાં પોતાનાં મળમૂત્રની દુર્ગચ્છા નહિ કરે? દુર્ગચ્છા કરશે તો કઈ હાલત થશે? સમાધિ અને સદ્ગતિ દુર્લભ થવા સંભવ છે.
માણસ ક્યાંય એકલો વસી શકે એમ નથી. એને સમૂહમાં જ વસવું પડે તેમ છે.સમૂહમાં વસવા માટે આસપાસના લોકો તરફથી કાંઈ સહન કરવું ન પડે એ કદી પણ બનવાજોગ નથી. ધર્મી પડોશી ધર્મના આચારનું પાલન કરતા હોય તે નિમિત્તે પણ થોડું સહન કરવાનું આવે. એ સહન નહિ કરનાર અને ધર્મી પડોશીથી દૂર ભાગનારને જાયે-અજાણે કેટલા બધા લાભોથી વંચિત રહેવાનું થાય અને એને અધર્મી પડોશીઓના કારણે કેટલા બધા અનર્થોની નજીક જવાનું થાય એ ખાસ વિચારવું જરૂરી છે.
- સાધુ-સાધ્વીએ રસ્તામાં પરઠવેલી માત્રાથી તો બાજુમાં ચાલીને પણ બચી શકાય, પણ પેટ્રોલ-કેરોસીનના ધૂમાડાથી તો કોઈ રીતે બચી શકાતું નથી.
ખરેખર ગંદકીનું કારણ તો નળ અને ગટર છે. નળને કારણે પાણી બંધિયાર બને છે અને ઘણા મોટા પ્રમાણમાં વેડફાય છે. વળી પાઈપના સંસર્ગથી પાણીની સાથેસાથે શરીર માટે હાનિકારક એવું સીસું પેટમાં જાય છે, એનાથી લીવરને અને પાચનતંત્રને નુકસાન થાય છે.
ઘણા વરસો પહેલા એક સામાયિકનાં લેખમાં એવું વાંચવામાં આવ્યું હતું કે, આદર્શગામ કોને કહેવું તે અંગે, પરદેશમાં પ્રાચીન-અર્વાચીન અનેક પદ્ધતિઓ અને ગામડાઓનો અભ્યાસ કરીને એક સ્કોલરે એવું જાહેર કરેલું કે, “જે ગામમાં નળ અને ગટર ન હોય, એ આદર્શ ગામ જાણવું.'
ગૃહસ્થો મળમૂત્રનો ત્યાગ સંડાસ દ્વારા ગટરમાં કરે છે. પાણી ગટરમાં વહાવે છે તેથી ઉપર ગંદકી દેખાતી નથી, પણ ગટર પાઈપ લાઈન અને પાણી પાઈપ લાઈન જમીનમાં ભળી જાય છે, ત્યારે ભારે રોગચાળો
| ૬ ||