________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
મકાનના દાદરામાં પાનની પિચકારી મારીને ગંદકી ફેલાવે છે. વર્તમાનકાળની આ એક વિકૃતિ જ છે. તેથી ફ્લેટોની આસપાસ ગંદકી ઘણી થવાથી કીડા, ઉંદરડા વગેરે જીવોની ઉત્પત્તિ થાય.
ધર્મસ્થાનોમાં આવનાર માણસો પણ સારા જ હોય છે અને તેઓ ધર્મકાર્યો કરવા માટે જ આવતા હોય છે. તેથી ઉપાશ્રયમાં રોજ સેંકડો માણસોની અવરજવર થતી હોવા છતાં તેમના દ્વારા ત્યાં કોઈ જાતનો ભય હોતો નથી, કચરો પણ પડતો નથી.
આપણી આસપાસમાં લગ્નની વાડી હોય તો ત્યાં જમણવારો થતા રહે છે અને જમણવાર પૂરો થયા પછી ત્યાં એંઠવાડ આદિથી પારાવાર ગંદકી થતી હોય છે. આ બધું સહન કરાય છે. વાંધો તો માત્ર ઉપકારી સાધુ-સાધ્વીનાં મળમૂત્ર સહન કરવામાં જ આવે છે. આ ઘણી મોટી કમનસીબી છે.
પુત્ર પ્રત્યેના પ્રેમથી બાળકોના મળમૂત્રને ઘરમાં સારી રીતે સહન કરવામાં આવે છે. એવી જ રીતે ધર્મ પ્રત્યેના પ્રેમથી ધર્માત્માઓએ ધર્મ ગુરૂનાં માત્રાદિક સહન કરવા યોગ્ય છે. જેઓ આટલું સહન કરવા તૈયાર નથી તેઓ ગુરૂનાં મળમૂત્રાદિકની દુર્ગંચ્છા કરીને પાપકર્મ(નીચગોત્રકર્મ)બાંધવા સાથે, સાધુ-સાધ્વીના સાન્નિધ્યથી મળનારી માનસિક શાંતિ તથા ઘણા મોટા આત્મિક લાભોથી વંચિત રહે છે.
સાધુ-સાધ્વીનું જીવન તપોમય હોય, મન-વચન-કાયાની પ્રવૃત્તિ નિષ્પાપ હોય, વિચાર, વાણી અને વર્તન સારાં જ હોય, ભાવના પોતાના આત્માનું અને જગતના જીવોનું ભલું કરવાની જ હોય. એમના તપ-ત્યાગ આદિના પ્રભાવે ઉપાશ્રયનું અને તેની આસપાસનું વાતાવરણ પણ શુભભાવનાની અસરવાળું રહે, કોઈને પાપ કરવાના વિચાર આવે નહિં, તેથી નિર્ભયતા રહે.
વળી સરકારી કાયદો પણ એવો છે કે કોઈ પણ ધર્મસ્થાનની આસપાસમાં અમુક હદ સુધી દારૂની દુકાન કે માંસાહારી હોટલ થઈ શકે
|| દર્ ||