________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
પેટના મળનો ત્યાગ શક્ય હોય ત્યાં સુધી ગામની બહાર દૂર જઈને નિર્જન અને નિર્જીવ ભૂમિમાં કરે છે. એનો મોટો ભાગ તરત જ જમીનમાં શોષાઈને માટી સાથે ભળી જાય છે અને સપાટી ઉપરનો ભાગ સૂર્યના તાપથી અને વાયુથી થોડા સમયમાં જ સુકાઈ જાય છે. એનો ભેજ જરા પણ રહેતો નથી. ભેજના અભાવે ગંદકી થતી નથી. ગંદકી તો જ્યાં ભેજ રહેતો હોય ત્યાં જ થતી હોય છે. ગંદકીના અભાવે માખી-મચ્છર વગેરે જીવોની ઉત્પત્તિ અને રોગચાળા વગેરે થતાં નથી.
જૈન સાધુ-સાધ્વીઓ ઘૂંક, બળખા, શ્લેષ્મનો ત્યાગ રાખની કુંડીમાં કે જાડા કપડામાં કરી એમાં એને મસળીને એને બે ઘડીમાં (૪૮ મિનિટમાં) સૂકવી નાખે છે, એનો ત્યાગ જ્યાં ત્યાં જેમ-તેમ રસ્તા ઉપર કરતાં નથી; એથી એ અંગેની પણ એમના દ્વારા જરાય ગંદકી થતી નથી અને માખી-મચ્છર વગેરે જીવોની ઉત્પત્તિ ને રોગચાળો પણ થતાં નથી.
જીર્ણ વસ્ત્રોનાં ચીંથરાં, નકામા કાગળના ટુકડા અને બીજી પણ નકામી વસ્તુઓનો ત્યાગ ગામની બહાર જઈને નિર્જન અને નિર્જીવ ભૂમિ ઉપર કરે છે. પણ પોતાની વસ્તી અર્થાત્ ઉપાશ્રયની આસપાસમાં રસ્તા ઉપર કે ગામમાં કોઈ પણ જગ્યાએ નાખતા નથી. તેથી સેંકડો સાધુ-સાધ્વીઓ પણ
જ્યાં વસતા હોય ત્યાં એમનાથી ઉકરડો તો થાય જ નહિ. ઘણી જગ્યાએ ગામની મધ્યમાં ઉકરડા હોય છે, પણ એમાંથી કોઈ સાધુ-સાધ્વીના પડાનું એક ચીથરું, પાત્રાનો એટલે કે કાષ્ઠ પાત્રનો કે એમના કાગળનો એક ટુકડો અથવા એંઠવાડનો અંશ પણ શોધી આપે એ બનવાજોગ નથી.
સાધુ-સાધ્વીને રસોઈ કરવાની હોતી નથી. ગૃહસ્થોને ઘેરથી માધુકરી વૃત્તિથી ઉદરપૂર્તિ થાય એટલી જ ભિક્ષા લાવીને વાપરવાની હોય છે. એ ભિક્ષાનો એક કણ પણ એઠો મૂકતાં નથી. પાણીથી ત્રણ વાર ભિક્ષાપાત્ર ધોઈને એ પાણી પી જાય છે અને ભીના પાત્રને કપડાથી લૂછી નાખીને એ કપડું પણ સુકવી નાખે છે. એમને પાત્ર ઉટકવાનાં હોતા નથી અને એંઠવાડનો અંશ પણ
||
9
||