________________
મેં વાંચ્યું તમે પણ વાંચો હોતો નથી, એથી તેઓ જ્યાં વસે ત્યાં ઉકરડામાં એમના એઠવાડનો અંશ પણ પડતો નથી, તેથી પણ એમના દ્વારા માખી-મચ્છર વગેરે જીવોની ઉત્પત્તિ થતી નથી અને રોગચાળો પણ થતો નથી.
માખી, મચ્છર, ઉંદર, વીંછી,વાંદા વગેરે જીવોની ઉત્પત્તિનું કારણ ભેજવાળ ઉકરડો છે. જુદા-જુદા ગૃહસ્થો દ્વારા ઉકરડામાં એંઠવાડ વારંવાર પડ્યા કરતો હોવાથી ઉકરડો અને એની આસપાસની જમીન હંમેશાં ભેજવાળી જ રહ્યા કરે છે, એને સુકાવાનો અવકાશ જરાય રહેતો નથી, તેથી એમાં જીવોત્પત્તિ થયા જ કરે છે અને રોગચાળો ફેલાયા જ કરે છે.
સંસારત્યાગી એવાં સાધુ-સાધ્વી કૂતરાં-બિલાડાં વગેરે પશુઓ અને મોર-પોપટ વગેરે પંખીઓ પાળતાં નથી. તેથી પાળેલા પશુ-પંખી-નિમિત્તક પણ મળમૂત્રાદિકની ગંદકી ઉપાશ્રયની આસપાસમાં થતી નથી.
ગંદકી, આગ અને ઉકરડાના કારણ-ભૂત, પૃથ્વી (માટી વગેરે), પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પાંચનો વપરાશ ગૃહસ્થ જીવનમાં હોય છે, પાણી સિવાયનાં ચારનો ઉપયોગ સાધુજીવનમાં હોતો નથી. સાધુ-સાધ્વી કાચા પાણીનો ઉપયોગ કે એનો સ્પર્શ પણ કરતાં નથી. એઓ પીવામાં અને કાપ કાઢવામાં અર્થાત્ વસ્ત્ર પ્રક્ષાલનમાં તેમજ અનિવાર્ય દેહ શુદ્ધિ માટે ઉકાળેલા અચિત્ત જળનો જ ઉપયોગ કરે છે, એ પણ જેમ બને તેમ ઓછો કરે છે, એનો દુરુપયોગ કે બગાડ કરતાં નથી, તેઓ સ્નાન કરતાં નથી, તેથી ઉપાશ્રયની આસપાસમાં પાણી ઢોળાતું નથી, જમીન ભેજવાળી રહેતી નથી, તેથી પણ ઉપાશ્રયની આસપાસમાં ગંદકી અને જીવોત્પત્તિ થતી નથી.
- સાધુ-સાધ્વી કાપનું પાણી ઉઘાડા આકાશવાળી, નિર્જીવ અને સૂકી જમીન ઉપર પરઠવે છે, અર્થાત્ વિધિપૂર્વક ત્યાગ કરે છે. એનો મોટો ભાગ તરત જ જમીનમાં શોષાઈને માટી સાથે ભળી જાય છે અને સપાટી ઉપરનો ભાગ સૂર્યનાં તાપથી તેમજ વાયુથી થોડી જ વારમાં સુકાઈ જાય છે, તેથી ભેજ રહેતો નથી, ભેજના અભાવે ગંદકી થતી નથી અને ગંદકીના અભાવે
| g૦ ||