________________
મેંવાંચ્યું તમે પણ વાંચો
સાધ્વાચાર અને પર્યાવરણ શુદ્ધિ પૂ. મુનિરાજ શ્રી હિત વિજયજી મહારાજ
લેખાંકઃ બીજો જૈન સાધુ-સાધ્વીના નિર્દોષ-નિષ્પાપ આચારોને કારણે ગંદકી, જીવોત્પત્તિ અને રોગચાળાનો અભાવ
સર્વવિરત મનુષ્યો પાપથી ભય પામીને સંસારનો ત્યાગ કરનારા અને સર્વથા પાપના પચ્ચષ્માણ (ત્યાગ)વાળાપૂ.સાધુભગવંતો અને સાધ્વીજી મહારાજો. ત્યાગી અને તપસ્વી હોય છે. એમનું જીવન નિયમબદ્ધ હોવાથી એઓયથેચ્છપણે કોઈ પ્રવૃત્તિ કરી શકતાં નથી. એમને પ્રાણાતિપાત (હિંસા) વિરમણ આદિ પાંચ મહાવ્રતોનું અને છઠા રાત્રિ ભોજન વિરમણ વ્રતનું પાલન કરવાનું હોય છે, તેમ જ એમને જ્ઞાનાચાર આદિ પાંચ આચારો પાળવાના હોય છે, તથા ઈસમિતિ આદિ પાંચ સમિતિ અને ત્રણ ગુતિનું પાલન કરવાનું હોય છે. ખાવું-પીવું, બોલવું-ચાલવું વગેરે સર્વ બાબતોમાં એમનું જીવન એટલું સંયમી હોય છે કે એમને બરફ, આઈસ્ક્રીમ, પાનમસાલા-માવા વગેરે વસ્તુઓનો સર્વથા ત્યાગ હોય છે. એમને ધૂમ્રપાન આદિ કોઈ પણ જાતનું વ્યસન હોતું નથી.
પાંચ સમિતિમાં “પારિષ્ઠાપનિકા' નામની પાંચમી સમિતિ છે. પારિષ્ઠાપનિકા સમિતિ' એટલે મળ, મૂત્ર, શ્લેષ્મ, ચૂંક, બળખા વગેરે શરીરના મળનો અને જીર્ણશીર્ણ થયેલા વસ્ત્ર, પાત્ર, કાગળ વગેરે નકામી વસ્તુઓનો ત્યાગ જીવહિંસા અને જીવોત્પત્તિ ન થાય એ રીતે વિધિ સહિત જયણાપૂર્વક કરવાનો હોય છે. જૈન સાધુ-સાધ્વીઓને આ પારિષ્ઠાપનિકા સમિતિનું પાલન કરવાનું હોવાથી તેઓ સ્વચ્છંદપણે જ્યાં ત્યાં, જેમ તેમ શરીરના મળનો અને નકામી વસ્તુઓનો ત્યાગ કરી શકતા નથી.
|| 9 ||