________________
મેં વાંચ્યું તમે પણ વાંચો કરવા માટે પોતાની જિંદગીનો ભોગ ધરી દે છે, તેમની જિંદગીની આટલી જ કિંમત આંકવામાં આવે છે.
સુપ્રિમ કોર્ટના એક ચુકાદા મુજબ સફાઈ ખાતામાં કામ કરતા તમામ કર્મચારીઓને ગ્લોબ્બ, ફેસ માસ્ક, ગમબૂટ વગેરે સુરક્ષાનાં સાધનો પૂરાં પાડવાની પ્રત્યેક મ્યુનિસિપલ કોર્પોરેશનની ફરજ છે, પણ ભારતનાં કોઈ પણ શહેરમાં આ પ્રકારનાં સાધનો પૂરાં પાડવામાં આવતાં નથી. સફાઈ ખાતાનાં કર્મચારીઓએ ગટરો સાફ કરવા ઉપરાંત હોસ્પિટલના જીવાણુયુક્ત કચરાની પણ સફાઈ કરવાની હોય છે, જેના દ્વારા તેમના શરીરમાં ચેપી રોગના વિષાણુઓ પ્રવેશી જવાની સંભાવના પણ રહે છે. આ પ્રકારનું કાર્ય કરવા માટે હરિજન સિવાય કોઈ સમાજના કામદારો તૈયાર થતા નથી. આ કારણે મોટાં ભાગનાં શહેરોમાં ગટર સાફ કરવાનું કાર્ય હરિજનો કરે છે.
જો એકલાં મુંબઈ શહેરમાં દર વર્ષે ૨૮૮ સફાઈ કર્મચારીઓનાં મોત થતાં હોય, તો સમગ્ર ભારતમાં દર વર્ષે ૨.૮૮ લાખ સફાઈ કામદારોનાં મોત થતાં હશે, એવી ત્રિરાશી સહેજે માંડી શકાય. પ્રાચીન ભારતમાં હરિજનો કદાચ અસ્પૃશ્યતાનો ભોગ બનતાં હશે, તેમણે માથે મેલું ઉપાડવું પડતું હશે, પણ જેમાં જીવનું જોખમ છે, તેવું હલકું કામ કરવાની ફરજ તો તેમને પાડવામાં આવતી નહોતી.જો વર્તમાન કાયદા મુજબ હરિજનને માથે મેલું ઉપાડવાની ફરજ પાડનારને જેલની સજા થઈ શકતી હોય તો માનવીના મળમૂત્રમાં સ્નાન કરવાની તેમને ફરજ પાડનારા મ્યુનિસિપલ અધિકારીઓને શી સજા થવી જોઈએ? આ હરિજનોને વિટંબણાઓમાંથી મુક્ત કરવા આ ગટર સિસ્ટમનો અને ફ્લશ ટાઈપના ટોઈલેટનો વિકલ્પ શોધવો જોઈએ, એમ નથી લાગતું?
-સમસ્ત મહાજન નેટવર્ક
| ૭૭ //