________________
મેં વાંચ્યું તમે પણ વાંચો મ્યુનિસિપલ કમિશનર આર. એ. રાજીવ કબૂલ કરે છે કે મ્યુનિસિપલ કોર્પોરેશનના જેટલા પણ કર્મચારીઓ છે, તેમાં સફાઈ કામદારોનો મૃત્યુદર સૌથી વધુ છે. હવે મ્યુનિસિપલ કોર્પોરેશન આ કર્મચારીઓ માટે એક લાખ રૂપિયાના વીમાની યોજના બનાવી રહી છે, પણ તેમને ગટર સાફ કરવાનાં કામમાંથી મુક્તિ મળે તેવી કોઈ સંભાવના નજીકના ભવિષ્યમાં દેખાતી નથી. મુંબઈ મહાનગરપાલિકાના સફાઈ ખાતામાં જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે, તેમાંના ૯૦ ટકા કરતાં પણ વધુ કર્મચારીઓ હરિજન છે.
તારદેવના આંબેડકર નગરમાં રહેતા પુંજાલાલ વાસેલની માતા પણ બી.એમ.સીના સફાઈ ખાતામાં નોકરી કરતી હતી. સફાઈ ખાતાંમાં નોકરી કરતાં કર્મચારીઓને બી.એમ.સી. તરફથી રહેવા માટે સ્ટાફ ક્વાટર્સ આપવામાં આવે છે. કોઈ કર્મચારીનું અવસાન થાય છે. તેના પરિવારજનોએ આ ક્વાટર્સ ખાલી કરી અન્ય વ્યવસ્થા ઊભી કરવાની રહે છે. પૂજાલાલની માતાનું યુવાન વયે બીમારીથી અવસાન થયું, ત્યારે તેના પરિવાર પાસે રહેવા માટે બીજી કોઈ જગ્યા નહોતી, જેને કારણે ઘરને ટકાવી રાખવા માટે તેણે સફાઈ કામદારની નોકરીમાં જોડાઈ જવું પડ્યું. પૂંજાલાલ ૨૦વર્ષની ઉંમરે બી.એમ.સી.માં જોડાયો અને તે ૩૦ વર્ષથી ગટરો સાફ કરવાની કામગીરી બજાવી રહ્યો છે. ગટરો સાફ કરવાને કારણે તેની ચામડી કાળી પડી ગઈ છે અને ભીંગડા ઉખડી રહ્યા છે. તે જ્યારે દવા માટે મ્યુનિસિપલ હોસ્પિટલમાં ગયો, ત્યારે ડૉક્ટરે તેને તપાસીને કોઈ મલમ લખી આપ્યો,પણ હોસ્પિટલના સ્ટોરમાં તે મલમનહોવાથી તે પાછો આવ્યો. તેની પાસે કેમિસ્ટની દુકાનેથી આ મલમ ખરીદવા જેટલા રૂપિયા નહોતા.
સફાઈ કામદારો મુંબઈની જરીપુરાણી ગટરોમાં ઉતરે છે અને તેમનું આખું શરીર માનવમળમાં ડૂબી જાય તે રીતે તેમણે આ ગટરો સાફ કરવી પડે છે. જો આ કર્મચારીઓ પોતાના જીવને જોખમમાં મૂકતી લાચારીથી આ કાર્યનકરતા હોય તો આખા મુંબઈ શહેરના રસ્તાઓની ગટરો ઊભરાતી જોવા મળે. આ કર્મચારીઓ લગભગ આખો દિવસ ગટરમાં રહેતા હોવાથી તેમના શરીરમાં અને
|| ૭૬ ||