________________
મેં વાંચ્યું તમે પણ વાંચો કામદારોની હાલત સુધારવા માટે ફાળવવામાં આવતાં નાણાં પણ આ અધિકારીઓ હજમ કરી જાય છે.
આધુનિક સમાજમાં આપણે જ્ઞાતિ-જાતિની પ્રથા નાબુદ કરી હોવાનો દાવો કરીએ છીએ પણ જાણીને આશ્ચર્ય થશે કે મુંબઈ મ્યુનિસિપલ કોપોરેશનમાં નોકરી કરતાં ૯૦ટકા કામદારો હરિજન છે, જેમાંના ૫૦ટકા તો સૌરાષ્ટ્રની મેઘવાળ જ્ઞાતિના સભ્ય છે.આહરિજનો કહે છે કે ગામડાંઓમાં તેમનું જેટલું શોષણ નહોતું થતું તેના કરતાં અનેક ગણું શોષણ મુંબઈ જેવા મહાનગરોમાં થઈ રહ્યું છે, જેના માટે ગટરના પાણીનો અને કચરાનો નિકાલ કરવા માટેની ક્ષતિપૂર્ણ સિસ્ટમ જવાબદાર છે. જ્યાં સુધી આપણો સમાજ
ફ્લશ ટાઈપના જાજરૂનો અને તેના માટે ઊભી કરવામાં આવતી ગટર સિસ્ટમનો વિકલ્પ નહીં શોધી કાઢે ત્યાં સુધી લાખો સફાઈ કર્મચારીઓ રોગચાળાનો શિકાર બન્યા કરશે. જો આ હરિજનોને આપણે અન્યાય, અત્યાચારો અને બીમારીઓથી બચાવવા માંગતા હોઈએ તો માથે મેલું ઉપાડવાની પ્રથાને ગેરકાયદે જાહેર કરી છે તેમ ગટરમાં મેલું વહાવી દેવાની પ્રથાને પણ ગેરકાયદે જાહેર કરવી જોઈએ
દર મહિને ૨૫ સફાઈ કામદારોનો
ભોગ લેતી મુંબઈની ગટર સિસ્ટમ ઇતિહાસનાં પાઠ્યપુસ્તકોમાં આપણે વારંવાર વાંચીએ છીએ કે પ્રાચીન ભારતમાં પછાત વર્ગના લોકો અસ્પૃશ્યતાનો અને સામાજિક ભેદભાવનો ભોગ બન્યા હતા.જૂના જમાનામાં હરિજનોને માથે મેલું ઉપાડવું પડતું હતું તેને આપણે રાષ્ટ્રીય શરમ માનતા હતા અને આ પ્રથાને નાબુદ કરવા આપણી સરકાર દેશભરમાં ફ્લશ ટાઈપના ટોઈલેટ માટે પ્રચાર કરી રહી છે.
જોકે આજે પણ આપણા દેશમાં અનેક સ્થળોએ સૂકાં જાજરૂ અસ્તિત્વ ધરાવે છે, જેમાં મળમૂત્રના નિકાલ માટે હરિજનોની સેવા લેવામાં
|| ૭૩ ||