________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
શિક્ષણ બંને દ્રષ્ટિએ ખૂબ અગવડ ભરેલા, જોખમી અને દુર્ગુણ જનક હોય છે. પિતૃગૃહ વિના કેળવણી તો અધૂરી જ રહી જાય છે.
૫. આજ કાલ વાલીઓ આવી કેળવણી આપવાનું જાણતા જ ન હોય ત્યારે શું કરવું જોઇએ ?
વાલીઓએ પ્રશિક્ષણ લેવું જ પડે. તે માટે નજીકમાં જ નીતિશાળા ચલાવવી જોઇએ. જેમાં કન્યાઓ ભણે અને વાલીઓ કેળવણી કેમ આપવી ? તેનું પ્રશિક્ષણ પણ મેળવે.
૬.
નીતિશાળામાંથી ડિગ્રી કે નોકરી ન મળે તો સંતાનોના ભવિષ્યનું શું ?
સાચું સ્ત્રી શિક્ષણ સ્ત્રીઓને નોકરી અને ઘર એમ બેવડી જવાબદારીમાંથી મુક્ત કરાવવા માટે જ છે. ઘરમાં જ પૂરતું ધ્યાન આપવાથી પોતે, બાળકો, પરિવાર અને ક્રમશઃ રાષ્ટ્ર ઉન્નતિ પામે છે. દૂરસ્થ શિક્ષા કેન્દ્રો માંથી ઘેર બેઠા જ યોગ્ય ઉંમરે ડિગ્રી પણ મેળવી શકાય છે. જેથી લગ્ન સમયે એજ્યુકેશનનો પ્રશ્ન નડે નહી.
. કન્યાઓને સાચી શિક્ષા પદ્ધતિ અનુસાર કેળવણી ન આપી શકીએ અને વર્તમાન શિક્ષા પ્રવાહમાં જ વહેવા દેવા પડે તો?
તો સંતાનોના જીવનમાં સતત પેદા થતી સમસ્યાઓ સ્વીકારી લેવી તેમાં સમાધાન ન મળવાથી સતત ચિંતિત રહેવું, ચિંતાથી ઘેરાઇ વ્યર્થ ફાંફા મારવા, સંતાનોના જીવનમાં વ્યભિચાર, વ્યસન, રોગીષ્ઠ શરીર, પ્રેમલગ્ન, સ્વચ્છંદી જીદ્દી સ્વભાવ, મા – બાપનું અપમાન, છુટા છેડા, ઘર કંકાશ, આત્મહત્યા જેવી જીવનમાં ફૂટી નીકળેલી ઢગલાબંધ સમસ્યાઓ માટે વારંવાર ફરીયાદ કે અફસોસ કરવાનું બંધ કરી દેવું,
|| ૪૬ ||