________________
મેં વાંચ્યું તમે પણ વાંચો જો રાષ્ટ્રમાં શાન્તિ છે તો ધર્માનુષ્ઠાનો ખૂબ સારી રીતે થઈ શકે છે. દિલ્લીના લાલકિલ્લા ઉપર જો પાકિસ્તાનનો લીલો ઝંડો ફરકી જાય તો તમામ હિન્દુઓની સુન્નત થઈ જાય, તમામ મંદિરો મસ્જિદ બની જાય.
વર્તમાનમાં કમનસીબે જૈનો ભૌતિક જીવનમાં વધુ ગળાડૂબ હોવાના કારણે અથવા આવિષયમાં તેમને સજાગ રહેવાની પ્રેરણા નહીં મળી હોવાના કારણે તેમણે રાજકારણના ક્ષેત્રને અછૂત ગણી લીધું હોય તેમ લાગે છે. હા, પોતાનો સ્વાર્થ સાધવા પુરતું બધું કામઠેઠ ઊંડે સુધી ખૂંપી જઈને પણ તેઓ કરે છે. પરતુ દૂરગામી પરિણામો હાંસલ કરે તેવી રીતે કોઈ વિચારણા તેઓ કરતા નથી. જો કે દિગંબર જૈનો આ વિષયમાં થોડાક પણ ગંભીર છે ખરા, પરન્તુ શ્વેતામ્બરો તો લગભગ ઉદાસ હોય તેવું લાગે છે. આ બરાબર થતું નથી. તીર્થો, દેવદ્રવ્યાદિની સંપત્તિઓ, જ્ઞાનભંડારો, ધર્મવિરોધી કાયદાઓ, પ્રાણી રક્ષા વગેરે બાબતોમાં અવસરે પોતાનો અવાજ અસરકારક રીતે જો રજૂ ન થાય તો ઘણી મુસીબતો ઊભી થાય, ઘણું ગુમાવી દેવાનો પ્રસંગ આવી પડે. સાંભળવા મુજબ દિગંબર લોકોના પ૬ આઇ. એ. એસ. અધિકારીઓ ભારતના વિવિધ સચિવાલયો વગેરે સ્તરોમાં ગોઠવાયેલા છે. શ્વેતામ્બરોના પાંચ આઇ. એ. એસ. હશે કે કેમ ? તેમાં શંકા છે. પ્રધાનો કરતાં આ અધિકારીઓની શક્તિ વધુ હોય છે. પ્રધાનોની ચોટલી તેમના હાથમાં હોય છે. ધાર્યા કામ પાર પડાવી શકે તેવો તેમનો પાવર હોય છે.
બેશક, લોકશાહી, ચૂંટણી પ્રથા વગેરે પ્રજાના હિતકારક તત્ત્વો નથી, પરન્તુ હવે જ્યારે તે ઢાંચાઓમાં રહીને જ કામ કરવાનું છે ત્યારે તેની ચાલે ચાલવું પડે. ગાંડાની સાથે ગાંડા થવાનો કુવૃષ્ટિન્યાય અપનાવવો પડે.
બૃહત્ શાન્તિસ્તોત્રમાં રાજાઓની (હાલના સમયમાં વડાપ્રધાનો, પ્રધાનો વગેરેની શાન્તિની શુભેચ્છા સેવવામાં આવી છે.આમ કહીને જૈનધર્મ, સ્વધર્મના અનુયાયીઓ અને પ્રજાજનોની શાન્તિ ઈચ્છે છે. તેમ થાય તો જ ધર્મ સાધી શકાય તેમ સૂચિત કરે છે.
|| ૬૦ ||