________________
મેં વાંચ્યું તમે પણ વાંચો સદાચારની પાછળ ગયેલા ત્રણે લક્ષ્મી ધનને યશ પાછા આવે છે ને શેઠ સુખેથી રહે છે. સદાચારીની બધે જીત થાય છે. સત્યવાન વ્યક્તિ સર્વત્ર પૂજાય છે.
આ બધું સમજી“સાથિયો” કરવાનો છેને ગુણો જીવનમાં લાવી સાચું દર્શન જ્ઞાન ને ચારિત્ર લાવવાનાં છે. આવો આપણે સાચી સમજણ લાવી “સાથિયા”ના સ્વરૂપને જાણી સિદ્ધશીલા ઉપર પહોંચવાનો પ્રયત્ન કરી મોક્ષ માર્ગે આગળ વધવા પ્રભુને અંતરથી પ્રાર્થના કરીએ.
સુગુરૂ શોધી સુધર્મપાળી જીવનમાં પ્રગતિ કરી ધર્મમાર્ગે આગળ વધી ચરિત્ર/સંયમ લેવા જેવું છે નેમોક્ષમેળવવા જેવો છે. સંસાર અસાર છે તે જાણી જીવનમાં આગળ વધવા પ્રયત્ન કરી ધર્મક્રિયા સમજીને કરીતેનાં ફળ મેળવવા સાધના કરીએ ને મોક્ષ તરફ પ્રયાણ કરીએ. -મનુભાઈ ડી. ઝવેરી
બદલો લેનાર અથવા ચૂકવનાર સાત પ્રકારના પુત્રો
(૧) પોતાના પૂર્વજન્મનો રાખેલ વારસો લેવા માટે, (૨) પોતાના પૂર્વજન્મનું ઋણ ચૂકવવા માટે,(૩)પૂર્વજન્મનુંવેર લેવા માટે, (૪) પૂર્વજન્મમાં મળેલા અપકારના બદલે અપકાર કરવા માટે, (૫) પૂર્વજન્મમાં મળેલા સેવા-સુખના બદલામાં સેવા-સુખ આપવા માટે, (૬)પૂર્વજન્મમાં મળેલા ઉપકારના બદલામાં ઉપકાર કરવા માટે અને (૭) નિરપેક્ષ. આમાંથી જે જે કામ માટે પુત્ર બનીને આવે છે એ કર્મ અનુસાર પોતાનું કામ પૂર્ણ કરીને મૃત્યુ પામે છે અથવા કર્મ અનુસાર દીર્ઘકાળ સુધી જીવિત રહી બદલો લેતો-દેતો રહે છે.
જ નહિ પત્ની, પતિ, ભાઈ, બહેન, નોકર તથા ગાય વગેરે પશુ સુદ્ધાં કર્મ-ઋણ લેવા કે ચૂકવવા માટે પૂર્વજન્મ અનુસાર સંબંધ બાંધી સીમિત અથવા દીર્ઘ કાળ માટે પ્રાપ્ત થાય છે.
-હનુમાન પ્રસાદ પોદાર (ભાઈજી)
|| ૬
||.