________________
મેં વાંચ્યું તમે પણ વાંચો બે દીવા હોય તે ઘરે ધાડ પાડવાની નથી, કહીને વિદાય લીધી.
આ બહેને આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો અને બધાને આ વાત કરી દરેકના ઘેર બેદીવા કરવા જણાવ્યું. બીજાદિવસે કાદુના માણસો આવી ગામ આખામાં ફરે છે ને બધે બે દિવા જોઈ ધાડપાડ્યા વિના પાછા જાય છે. કાદુ ગરમ થાય છે કેમ ધાડપાડ્યા વિના આવ્યાં. તેના માણસોએ જવાબ આપ્યા બેદિવા બધા જ ઘરે હતાં તેથી શું કરીએ. કાદુ પેલી બહેન પાસે જઈ કહે છે તે આ શું કર્યું?બહેને જવાબ આપ્યોતમે મને બહેન કરી મારું ઘર નલૂંટવાનું કહેલ પણ ભાઈ તો બહેનના આખા ગામને ન લૂટે તેથી આજથી સોગન લો કે હવેથી હું લૂંટ કરીશ નહીં. અને કાદુ મકરાણી તે દિવસથી લૂંટારો બની શાહુકાર બને છે. આનું નામ સાચું આતિથ્ય છે. 4. Character is life.
જીવન માં Health, Wealth & Character એમાં સાચું ધન ચારિત્ર છે. દેવલોક માટે મોક્ષ અઘરૂ છે, નારકી માટે અઘરૂ છે પરંતુ મનુષ્યલોકમાટે શક્ય છે. આરાધના કરી મોક્ષે જવાય છે. સાચું સમ્યજ્ઞાન મેળવી ધર્મ કરવાથી મોક્ષે જવાય છે.
જીવનમાં આગળ વધવા માટે સમજો કે મુગુટ માથા ઉપર શાંતિથી શોભે છે અવાજ પણ કરતો નથી. મનને શાંત રાખવાનું છે. જે માથાના મુગુટ નીચે રહેલું છે. હાર થોડો અવાજ કરે છે. જે દય ઉપર રહે છે ને સાંકળાં અવાજ બહુ કરે છે. તેથી પગમાં નીચે પહેરાય છે તો આપણે મુગુટ, હાર કે સાંકળા બનવું છે તે આપણે નક્કી કરવાનું છે.
શેઠના ઘરમાં લક્ષ્મી-ધન- યશને સદાચાર રહેતા હતા. એક દિવસ લક્ષ્મી શેઠને કહે છે તમે મને પૂરી રાખી છે તેથી હું જઉં છું. ધન કહે છે મારો ઉપયોગ નથી. હું જઉ છું. યશ કહે લક્ષ્મી – ધન જાય છે તો હું રહીને શું કરું. તે ત્રણેને શેઠ પ્રેમથી જવાની હા પાડે છે. છેલ્લે સદાચાર કહે છે હું પણ જઉં છું. શેઠ ના પાડે છે. જીવનમાં મને સત્ય સદાચાર વિના નહીં ચાલે તેને રાખે છે.
| || ૬૭ ||