________________
મેં વાંચ્યું તમે પણ વાંચો મોટી શોધ છે મોબાઇલ. આ મોબાઇલથી આરોગ્યની દૃષ્ટિએ જુઓ તો કાનમાં બહેરાશ આવે છે. મગજનું કેન્સર થઈ શકે છે. ચામડીના રોગ થઈ શકે છે.આંગળી તથા કાંડુ જકડાઈ જવાનો રોગ થઇ શકે છે. આર્થિક દ્રષ્ટિએ જુઓ તો તમે નીતિથી પરસેવો પાડીને કમાયેલું ધન તેનું ફોગટનું બિલ ભરવામાં વપરાઈ જાય છે. તમે ક્યા છો તેની પ્રાઈવસી જળવાતી નથી. તમે
ક્યાં સુધી કોની સાથે ક્યારે વાત કરો છો તેનાથી તમારા માતા-પિતા અજાણ હોય છે જેથી તમારી પડતીની શરૂઆત થાય છે. તેઉકાયના તથા વાઉકાયના જીવોનો કચ્ચરઘાણ નીકળી જાય છે, ખીસ્સામાં મોબાઇલ રાખવાથી તેના રેઝની ખરાબ અસરથી હાર્ટએટેક પણ આવી શકે છે. આવી બધી બાબતો લખવા જઈએ તો કેટલુંય લખાય.પણ ટુંકમાં જોવા જઈએ તો જમાના પ્રમાણે વિજ્ઞાનનો સર્વથા ત્યાગ તો કરી શકવાના નથી, તેનાથી સર્વથા દૂર થઈ શકવાના નથી. પણ તેને તમારું વ્યસન ન બનવા દો. એ જરૂરી છે કે આપણે વિજ્ઞાનની નવી શોધોનો ઉપયોગ સમય સાથે જરૂર પુરતો કરવો જોઈએ પણ જો એ તમારું વ્યસન બની ગયું હોય તો તેના ફાયદા કરતા ગેરફાયદા વધારે છે. માટે અટકો વિજ્ઞાન જો તમારું વ્યસન બની ગયું તો એ વિજ્ઞાન તમારો વિકાસ નહિ પણ વિનાશ નોતરનારું બનશે.
- પ્રેમ સુબોધ
૦ વીર શાસન પત્રિકા ના ૭–૧૨–૧૯૩૨ના અંકમાં
આ જમાનામાં વિચારભેદ અને વાણી સ્વાતંત્રતા આજની કેળવણીના પ્રતાપે એટલા બધા ખીલ્યા છે કે સંયુક્ત કુટુંબો વિભક્ત થઈ ગયા છે. વાતોનો નાશ શરૂ થઈ ગયો છે. આચાર અને ક્રિયાકાંડને વહેમ સમજાવવાનું શરૂ થયું છે. અને દરેક જણ શાસ્ત્રો કરતાં પોતાના અંતરના અવાજને પ્રથમ સ્થાન આપે છે.
- જયાનંદ
| ||
૬ ||