________________
મેં વાંચ્યુ તમે પણ વાંચો
વિજ્ઞાન : વિનાશ કે વિકાસ
–મુનિ કુલદર્શન વિજય મ. સા.
વિશ્વભરના વિજ્ઞાનિકોની સભા ભરાઇ હતી. દેશ વિદેશના વિજ્ઞાનિકો ત્યાં હાજર હતા. હજારોની મેદની ભેગી થઇ હતી. તે વખતે ગાંધીજીને મુખ્ય અતિથી રૂપે હાજર રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. તે વખતે ગાંધીજીને, ત્યાં ઉપસ્થિત એક વૈજ્ઞાનિકે એક સવાલ કર્યો કે બાપુ અમે વૈજ્ઞાનિકોએ શોધ કરેલી ટેલીફોન, ટ્રેન, વિમાન, કાર, કોમ્પ્યુટર આદિ સિદ્ધિઓ શું હેરતભરી નથી ? આપ તે ઉપરથી વિજ્ઞાનની તથા વૈજ્ઞાનિકોની પ્રશંસા કરો કે નહિ ? તે વખતે ગાંધીજીએ ઉત્તર આપ્યો કે વિજ્ઞાનના જે સાચા અંશો છે તેની હું પ્રશંસા કરું છું. પણ સમસ્ત વિજ્ઞાનની પ્રશંસા કરવા મારું મન રાજી થતું નથી. ગાંધીજીની આ વાત અક્ષરશઃ સાચી છે.વિજ્ઞાન એ એક સાત મણી વાળો, સાત ફણાવાળો નાગ છે. જેની દાઢમાં ઝેરની થેલી ભરેલી છે. ગમે ત્યારે તે વિજ્ઞાનરૂપી નાગ ઝેરની પીચકારી મારી શકે છે. અને આજે વર્તમાન પરિસ્થિતિ જોવા બેસો તો વિજ્ઞાનની તાજેતરમાં થયેલી દરેક શોધના ફાયદા છે તેના કરતા તેનું નુકશાન વધારે છે. આજે જેની પાછળ આખું જગત પાગલ છે તે ઇન્ટરનેટના જેટલા ફાયદા છે તેના કરતા નુકશાન અનેક ગણું વધારે છે. આજે ઇન્ટરનેટ ઉપર ધાર્મિક, સામાજીક, કે સાહિત્યીક વેબસાઇટો જેટલી નથી તેના કરતા અનેક ગણી વધારે બાળકોમાં કુસંસ્કારો વધારતી તથા પોર્નોગ્રાફિની વેબસાઇટોછે. અને આ બધી વેબસાઇટોના પ્રભાવે જે જાણકારી ૪૦ વર્ષના પુખ્ત વ્યક્તિઓ પાસે નથી હોતી તે જાણકારી આજ કાલના ટાબરીયાઓ પાસે હોય છે. આજનું નવું જનરેશન (નવો ફાલ)દિવસે ને દિવસે આપણી સંસ્કૃતિનો કચ્ચરઘાણ બોલાવી રહ્યું છે. આપણી પ્રાચીન - આધ્યાત્મિક - ધાર્મિક સંસ્કૃતિનો કચ્ચરઘાણ બોલાવી રહ્યું છે. આપણી પ્રાચીન - આધ્યાત્મિક - ધાર્મિક સંસ્કૃતિને જડમૂળથી ઉખાડીને પશ્ચીમી સંસ્કૃતિના કદમ સાથે કદમ મિલાવી રહ્યું છે. ઇન્ટરનેટ પછીની બીજી સૌથી
|| ૬૪ ||