________________
મેં વાંચ્યું તમે પણ વાંચો પુષ્કળ ગયો છે. રાજાઓના અત્યન્ત વિશ્વાસુ માણસોએ તેમનો વિશ્વાસઘાત કરીને પોતાના સ્વામીને મરણાન્તકષ્ટ આપ્યું છે. આપસની ઈષ્યાદિના કારણે દેશના રાજાઓએ વિદેશી (ઇબ્રાહીમ લોદીવગેરે)રાજાઓને દેશમાં આવવા માટે આમંત્રણ દેવાની અતિ ખતરનાક ભૂલો કરી છે.
જો રાષ્ટ્રદાઝની વાત કરીએ તો તે માટે મેવાડના વંશપરંપરાગત મહારાણાઓને યશદેવો જોઇએ, જ્યારે જ્યારે વિદેશી શાસકો ભારતમાં ધસી આવ્યા છે. ત્યારે છેવટે તેમણે આંતરીને પાછા ભગાડયા છે. તેમણે કદી શરણાગતિ સ્વીકારી નથી.
બાપા રાવળ, રાણો સંગ,પ્રતાપ, ઉદયસિંહ વગેરેની રાષ્ટ્રદાઝ કેવી હતી!શરીરમાં બાંસી ઘા સાથે લંગડો રાણો સંગ જ્યારે વિદેશીઓના સૈન્ય તરફ ધસી જતો ત્યારે શત્રુસૈન્ય ચીસો પાડતું ભાગી છૂટતું. મહારાણા પ્રતાપની બાદશાહ અકબર સામેની ઝિંદાદિલીથી કોણ અજાણ છે?
હાય ! આજે તો એ અસલી રાષ્ટ્ર જ રહ્યું નથી. આજનું રાષ્ટ્ર એ અખંડ ભારત નથી. આ તો ટુકડે-ટુકડે થયેલું, છૂંદાયેલું, લૂંટાયેલું ઈન્ડિયા છે આને અખંડ હિન્દુ રાષ્ટ્ર શી રીતે કહેવાય?
ભ્રષ્ટાચારી લોકોએ ગીધડાની જેમ ફોલી ખાઇને પોતે તગડા બનવા માટે રહેલું મડદા જેવું આ રાષ્ટ્ર શી રીતે દાઝને લાયક બને? ભગતસિંહની શહાદત સુધી તો અખંડ ભારત નામનું અસલી રાષ્ટ્ર હતું. પણ હવે તો....
આ ભારત માતા ઉપર તેના કપૂત સંતાનોએ અત્યાચાર કર્યો છે. તેના અંગોને પીંખી નાખ્યા છે. તેની ઉપર તેઓ થુંક્યાછે.મૂતર્યા છે, તેનેલાતો મારી છે, તેના દેહના ટુકડા કર્યા છે. તે કણસી રહી છે, તે ચિત્કાર કરી રહી છે.
જેનું અસલી સ્વરૂપ ખતમ થયું છે. તેવા0જ્ઞકલી, કલ્ચર,વિદેશીઓના કબજે ગયેલું રાષ્ટ્ર તે આ ઇન્ડિયા છે.
હા, એના પ્રત્યે પણ જો દાઝ રહેતી હોય તો ભલે રહે, પણ તે દાઝ
||
૬ ૨ ||